દક્ષિણ એશિયાની હોસ્પિટાલિટી કંપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)એ આજે અમદાવાદમાં તાજ હોટેલ માટે સમજૂતી કરી હોવાની જાહેરાત કરી હતી. આ ગુજરાત રાજ્યમાં IHCLની 14મી બ્રાન્ડ હશે. અમદાવાદમાં એવી મહત્વની જગ્યાની પસંદગી કરાઈ જ્યાં IHCLએ 1.4 એકરમાં પથરાયેલી છે, જેની શરૂઆત 2020ની શરૂઆતમાં કરવામાં આવશે. આ સમજૂતી પર IHCLનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પુનીત ચટવાલે કહ્યું હતું કે, “અમને અમદાવાદમાં આઇકોનિક તાજ બ્રાન્ડ પ્રસ્તુત કરવા સંકલ્પ ઇન સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે. આ જાહેરાત સાથે IHCLએ ગુજરાત પ્રત્યે પ્રતિબદ્ધતા મજબૂત કરી છે. આ સમજૂતી કંપનીની ઝડપી વૃદ્ધિ અને અમારાં ડોમેસ્ટિક પોર્ટફોલિયોમાં ગુણવત્તાયુક્ત વધારાને સૂચવે છે.”
સિંધુભવન માર્ગ પર મોકાનાં સ્થળે સ્થિત આ હોટેલ 1.4 એકરમાં પથરાયેલી છે. આ હોટેલ વર્ષ 2020ની શરૂઆતમાં કાર્યરત થશે. શહેરની શાનમાં વધારો કરનારી આ હોટેલમાં 315 વિશાળ રૂમ હશે, ઓલ-ડે-ડિનરની સુવિધા હશે, સ્પેશિયાલિટી રેસ્ટોરાં, ટી-લોંજ હશે તેમજ બેન્ક્વેટિંગ અને કોન્ફરન્સિંગની વિશાળ સ્પેસ હશે, જે ગુજરાતનાં વૃદ્ધિ કરતાં બજારની જરૂરિયાત પૂર્ણ કરશે. વધારાની સુવિધાઓમાં સ્પા, સ્વિમિંગ પૂલ અને ફિટનેસ સેન્ટર સામેલ હશે. સંકલ્પ ઇનનાં ડાયરેક્ટર શ્રી કૈલાશ આર ગોએન્કાએ કહ્યું હતું કે, “અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક પાવરહાઉસ છે અને દેશમાં મોટાં ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અમને IHCL સાથે જોડાણ કરવાનો ગર્વ છે અને એની લક્ઝરી બ્રાન્ડ તાજને શહેરમાં આવકારીએ છીએ.”
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીમાં સામેલ થનાર ગુજરાતનું પ્રથમ શહેર અમદાવાદ રાજ્યનાં વાણિજ્યિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે