બેંગકો :ઍશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરૂષ બોક્સરોઍ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરોબરી કરી લીધી છે, જ્યારે મહિલા બોક્રસરોઍ પણ પોતાનું પ્રભુત્વ જાળવી રાખીને સેમી ફાઇનલ પહેલા ભારતને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચાડી દીધી છે. ભારતના 7 પુરૂષ અને 6 મહિલા બોક્સર મળીને 13 બોક્સર સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે અને તેમણે ઓછામાં ઓછો પોતાનો બ્રોન્ઝ મેડલ પાકો કરી લીધો છે.
બોકિસંગના પાવરહાઉસ ગણાતા કઝાકિસ્તાનના 7 પુરૂષ અને 4 મહિલા તેમજ ચીન 2 પુરૂષ અને 8 મહિલાઓથી ભારત આગળ છે. ભારતનો દીપક સિંહ 49 કિગ્રા, અમિત પંઘાલ 52 કિગ્રા, કવિન્દર બિષ્ટ 56 કિગ્રા, શિવ થાપા 60 કિગ્રા, આશીષ 69 કિગ્રા, આશીષ કુમાર 75 કિગ્રા અને સતિશ કુમાર 91 કિગ્રાની સેમી ફાઇનલમાં રમશે. જ્યારે મહિલાઅોમાં નિખત ઝરીન 51 કિગ્રા, મનીષા 54 કિગ્રા, સોનિયા ચહલ 57 કિગ્રા, ઍલ સરિતા દેવી 60 કિગ્રા, સિમરનજીત કૌર 64 કિગ્રા અને પુજા રાની 75 કિગ્રામાં મેડલની રેસમાં હશે.