ઍનિંગ (ચીન) : ભારતની ટોચની મહિલા સિંગલ્સ ખેલાડી અંકિતા રૈનાઍ બુધવારે અહીં કુનમિંગ ઓપન ટેનિસ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ માજી યુઍસ અોપન ચેમ્પિયન સામંતા સ્ટોસુરને હરાવીને અપસેટ કરી પોતાની કેરિયરનો સૌથી મોટો વિજય મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ઍશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ અંકિતાઍ ડબલ્યુટીઍ 125K ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડની 2 કલાક 50 મિનીટ સુધી ચાલેલી મચમાં ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ખેલાડીને 7-5, 2-6, 6-5થી હરાવી હતી.
સ્ટોસુર સામે અંકિતા આ સાથે બીજીવાર રમી હતી, આ પહેલાની મેચ સ્ટોસુર સીધા સેટમાં જીતી હતી. 26 વર્ષિય ભારતીય ખેલાડી માટે જો કે સ્ટોસુર સામે રમવામાં થોડી સમસ્યા થઇ હતી અને મેચ દરમિયાન તે માત્ર 3 ઍશ ફટકારી શકી હતી જેની સામે સ્ટોસુરે 7 ઍસ ફટકારી હતી. અંકિતા હવે બીજા રાઉન્ડમાં ચીનની કાઇ લિન ઝાગ સામે રમશે.