બેંગલુરૂ : આઇપીએલની 12મી સિઝનમાં શરૂઆતની 6 મે હાર્યા પછી છેલ્લી પાંચ મેચમાંથી ચાર મેચ જીતીને પોતાના અભિયાનને ધીમે ધીમે ટ્રેક પર લાવનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એ અભિયાનને ત્યારે મોટો ફટકો પડ્યો હતો જ્યારે તેમનો સ્ટાર બોલર ડેલ સ્ટેન ખભાની ઇજાને કારણે સિઝનની બાકી બચેલી મેચમાંથી આઉટ થઇ ગયો છે. ઇજાગ્રસ્ત નાથન કુલ્ટર નાઇલના સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં સામેલ થયેલા સ્ટેને અત્યાર સુધી માત્ર બે મેચ રમી છે અને બંને મેચમાં સ્ટેને 4 વિકેટ ઉપાડીને પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી હતી. ખભાની ઇજાને કારણે તે બુધવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ રમી શક્યો નહોતો.
આરસીબી દ્વારા ગુરૂવારે અપાયેલી માહિતી અનુસાર ડેલ સ્ટેનને તેના ખભાના સોજાને કારણે પુરતા આરામની સલાહ આપવામાં આવી છે. તેના આરોગ્યની સ્થિતિને ધ્યાને લઇને સ્ટેન હાલની આઇપીએલ સિઝનની બાકી બચેલી મેચ માટે ઉપલબ્ધ રહી શકશે નહીં. આરસીબીના આ નિવેદનમાં એવું પણ જણાવાયુ હતું કે તેની હાજરીથી ટીમને ઘણી મદદ મળી છે અને અમે સૌ ટીમમાં પ્રેરણા અને ઝનૂનને જગાવવા માટે તેના આભારી છીએ. આરસીબી હવે સ્ટેનના સ્થાને બીજા કોઇ ખેલાડીને સામેલ નહીં કરે,