બીજિંગ : અહીં આઇઍસઍસઍફ શૂટિંગ વર્લ્ડ કપમાં ગુરૂવારે ભારતના શૂટર અંજૂમ મોડગિલ અને દિવ્યાંશ સિંહ પંવારે ૧૦ મીટર ઍર રાયફલ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં તેમજ મનુ ભાકર અને સૌરભ ચૌધરીઍ ૧૦ મીટર ઍર પિસ્તોલની મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંજુમ અને દિવ્યાંશે અંતિમ શોટ પર 20.6 પોઇન્ટના સ્કોર સાથે ગોલ્ડ પર નિશાન સાધ્યુ હતું જ્યારે સૌરભ અને મનુઍ દિવસનો બીજા ગોલ્ડ ભારતને અપાવ્યો હતો.
મનુ સૌરભની જાડીઍ ચાઇનીઝ જાડી ઝિયાંગ રાનશિન અને પાંગ વેઇને 16-6થી હરાવીને બીજા સ્થાને ધકેલ્યા હતા. આઇઍસઍસઍફ વર્લ્ડ કપમાં મનુ અને સૌરભની જાડીનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા આ બંનેઍ ફેબ્રુઆરીમાં દિલ્હી ખાતે યોજાયેલા વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા અંજુમ અને દિવ્યાંશની જાડીઍ ચીનની જાડી લિયુ રક્સુઆન અને યાંગ હારુનને ૧૭-૧૫થી હરાવીને દિવસનો પહેલો ગોલ્ડ જીત્યો હતો.