ટીવી એક્ટ્રેસ અમી ત્રિવેદી નવી દયા બેનનાં રૂપમાં નજર આવી શકે છે. અમી ત્રિવેદી કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણીને રિપ્લેસ કરી શકે છે.

આ મામલે જ્યારે અમી ત્રિવેદી સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, તેમને આ મામલે કોઇ જ અપ્રોચ કરવામાં આવ્યો નથી. અમી ત્રિવેદીની કાસ્ટિગ પર શોનાં પ્રોડ્યુસર અસિત મોદીએ પણ રિએક્શન આપ્યું છે.

બોલિવૂડ લાઇફ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, અમે હજુ સુધી દયાબેનનાં રોલ માટે કોઇને ફાઇનલ કર્યા નથી. હજુ પણ યોગ્ય એક્ટ્રેસ માટે અમારી તલાશ ચાલુ છે. હાલમાં અસિત મોદીનાં આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, દિશા વાકાણીનાં રિપ્લેસમેન્ટની તલાશ ચાલુ જ છે.

આ પહેલાં અમિ ત્રિવેદીને આપે કુમકુમ-પ્યારા સા બંધન, સજન રે જૂઠ મત બોલો, પાપડ પોલ, ચિડિયા ઘર, સાત ફેરો કી હેરી ફેરી. જેવા શોમાં કામ કરી ચૂકી છે.

વેલ હવે જોવું રહેશે કે શું દયા બહેનનાં પાત્રમાં દિશા વાકાણીની જગ્યા કોઇ અન્ય લેશે કે નહીં