બ્રિટન સ્થિત લંડનની વેસ્ટમિંટર કોર્ટે શુક્રવારે પીએનબી ઘોટાળામાં ભાગેડુ જાહેર નીરવ મોદીને જામીન આપવાની ના પાડી દીધી. નીરવ મોદીએ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. નીરવ મોદીની ધરપકડ ગત માર્ચ મહિનામાં થઈ હતી. હાલમાં તે દક્ષિણ-પશ્ચિમ લંડનના વૈંડ્સવર્થ જેલમાં બંધ છે. હવે આ મામલામાં અગામી સુનાવણી 24 મેના રોજ થશે.
નીરવ 29 માર્ચના રોજ કોર્ટમાં રજૂ થયો હતો, તે સમયે જજ એમ્મા અર્બથનોટે તેમની જામીન અરજી રદ્દ કરી દીધી હતી. જજનું કહેવું હતું કે, તે વાતની પૂરી આસંકા છે કે, જામીન મળ્યા બાદ નીરવ સરેન્ડર નહીં કરે.
બ્રિટનની કોર્ટે ભારત તરફથી રજૂઆત કરનાર સીપીએસે આ મહિનાના શરૂઆતમાં જણાવ્યું હતું કે, નીરવ મોદી બ્રિટિશ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવા જઈ રહ્યો છે. જોકે, હજુ સુધી નિરવ મોદીએ કોઈ અપીલ કરી નથી.
નીરવ મોદીની હોલબોર્નથી 19 માર્ચે બપોરે ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે બેન્કમાં ખાતા ખોલાવા માટે પહોંચ્યો હતો. વેસ્ટમિંસ્ટર કોર્ટે 12 માર્ચે નીરવ મોદી વિરુદ્ધ વોરન્ટ ઈસ્યું કર્યું હતું. ભારતના પ્રત્યાર્પણના આગ્રહને ધ્યાનમાં રાખી આ વોરન્ટ ઈસ્યું કરવામાં આવ્યું હતું. મોદી 2018માં ઘોટાળા સામે આવે તે પહેલા જ ભારત છોડી ફરાર થઈ ગયો હતો.