દાહોદના સીમલીયા બુઝર્ગમાં પાણી માટે વલખા

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

નલ સે જલ યોજનાનું કાર્ય અધૂરું? ગામલોકોને આજે પણ તળાવમાં ઉતરી પાણી લાવવું પડે છે

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલું સીમલીયા બુઝર્ગ ગામ આજે પણ પીવાના પાણી માટે જીવ જોખમમાં મૂકી પગપાળા તળાવ પાર કરે છે. સરકાર દ્વારા યોજનાઓ છેવાડે પહોંચાડવાના દાવા થયા હોવા છતાં આ ગામ મૂળભૂત સુવિધાથી વંચિત છે. ગામ ગરબાડાથી માત્ર દોઢ કિ.મી. દૂર હોવા છતાં નળની વ્યવસ્થા સુચારુ ન હોવાથી લોકો કષ્ટભર્યું જીવન જીવી રહ્યા છે. પાણી માટેની તકલીફ રોજિંદા જીવનમાં સૌથી મોટો પ્રશ્ન બની ગઈ છે.

માળ ફળિયામાં સ્થિત કુટુંબોને પાણી મેળવવા તળાવની અંદરથી પસાર થવું પડેછે. લગભગ 100 મીટર અંદર આવેલ કૂવામાંથી પાણી ભરવું પડે છે અને ચોમાસામાં આ કાર્ય વધુ જોખમી બને છે. વરસાદી સીઝન દરમિયાન પાણી ભરાઈ જાય તો પગ ઊંચા કરીને, સરકી ન જાય તે રીતે લોકો જીવને જોખમે લઈ પાણી લઈ આવે છે. નળ-યોજના શરૂ થઈ હોવાનો દાવો કાગળ સુધી મર્યાદિત રહેતા લોકોની મુશ્કેલી યથાવત્ છે.

Dahod Simaliya Bujarg water issue 2.png

- Advertisement -

નલ સે જલનો અધૂરો અમલ, કેટલીક જગ્યાએ જ પાઈપલાઈનનો ફાયદો

ગામજનોનું કહેવું છે કે નળ-યોજનાનો લાભ થોડાક વિસ્તારો સુધી જ પહોંચ્યો છે જ્યારે માળ ફળિયા સહિતના વિસ્તારોને અવગણવામાં આવ્યા છે. જ્યાં પાઈપલાઈન છે ત્યાં પણ પાણી યોગ્ય દબાણથી મળતું નથી, જયાં નથી તેમને તો લાભ મળ્યો જ નથી. યોજનાની જાહેરાતો અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે, જેનાથી ગામલોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

તંત્ર-એજન્સી વચ્ચે દોષારોપણ, 70 ટકા કામ પૂરું હોવાનું દાવો

સ્થાનિક તંત્રને પૂછપરછ કરતા સ્પષ્ટ જવાબ મળતો નથી અને જવાબદારી એજન્સી પર મૂકી દેવામાં આવે છે. એજન્સી કહે છે કે લગભગ 70 ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે અને બાકી 30 ટકા બાકી છે. પરંતુ ગામમાં હકીકત અલગ જ દૃશ્ય બતાવે છે, જ્યાં રોજિંદા પાણી મેળવવા સંઘર્ષ કરવો પડે છે. પ્રગતિનો દાવો અને લોકોની હાલત વચ્ચેનો તફાવત ઘણું કહી જાય છે.

- Advertisement -

Dahod Simaliya Bujarg water issue 1.png

ગામલોકોની એક જ માગ, નળ-યોજનાનો સાચો લાભ મળે

સીમલીયા બુઝર્ગના નાગરિકો હવે માત્ર એટલી જ આશા રાખે છે કે સરકાર યોજનાનું કાર્ય પૂર્ણ રીતે સંપન્ન કરે. લોકોનું કહેવું છે કે અમે માત્ર એટલું જ માગીએ છીએ કે ઘેર-ઘેર પાણી પહોંચે જેથી તળાવ પાર ન કરવું પડે. સુરક્ષિત, સ્વચ્છ પાણી પ્રાપ્ત કરવું તેમની મૂળભૂત જરૂરિયાત છે જે લાંબા સમયથી અધૂરી છે. ગામની નજર હવે તંત્ર તરફ છે કે ક્યારે વચન વાસ્તવિકતા બને.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.