નવી દિલ્હી : બીસીસીઆઇ સાથે ચાલી રહેલા મેન્સ દ્વિપક્ષિય સિરીઝ સંબંધી વિવાદને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાઍ પોતાની મહિલા ક્રિકેટરોને આવતા મહિને રમાનારી મીની મહિલા આઇપીઍલની ટી-20 ચેલેન્જમાં ભાગ લેતા અટકાવી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ બાબતે ઍવું કહ્યું છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીઍ) બ્લેકમેલ કરી રહ્યું છે. અોસ્ટ્રેલિયાની ત્રણ મહિલા ખેલાડી મેગ લેનિંગ, ઍલિસ પેરી અને ઍલિસા હિલી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની હતી. જા કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાઍ નફફટાઇ બતાવીને તેમને ભાગ લેતા અટકાવી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટોચની અધિકારી બેલિન્ડા ક્લાર્કના ઇમેલથી ઍ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય મહિલા ખેલાડીઓને રોકવી ઍ પુરૂષ વનડે સિરીઝને ટાળવા માટેના દબાણની ઍક વ્યુહરચના છે. ફયુચર ટ્રાવેલ પ્લાન અનુસાર અોસ્ટ્રેલિયાઍ જાન્યુઆરી 2020માં ત્રણ વનડે મેચ રમવાની છે, જા કે ઍ સમયે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ સિઝન ચરમસીમાઍ હોય છે. બેલિન્ડા ક્લાર્કે ઇમેલમાં લખ્યું છે કે અમે તમારી વિનંતી પર ત્યારે જ વિચાર કરીશું જ્યારે જાન્યુઆરી 2020ના અંતે ઍફટીપી અનુસાર થનારી વનડે સિરીઝ સંબંધિત મુદ્દાને રાહુલ જાહરી અને કેવિન રોબર્ટસ નિરાકરણ લાવી ન દે.