Hero Destini 125: આકર્ષક ડિઝાઇન અને નવા ફીચર્સ સાથે ₹80,450માં લોન્ચ
Hero Destini 125: હીરો મોટોકોર્પે Hero Destini 125 નું નવું મોડલ લોન્ચ કર્યું છે. આ સ્કૂટર મોડર્ન લુક અને એડવાન્સ ફીચર્સ સાથે આવે છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સ્કૂટરને ત્રણ વેરિઅન્ટ્સ VX, ZX અને ZX+ માં રજૂ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ નવા સ્કૂટરની વિશેષતાઓ.
કીમત અને વેરિઅન્ટ્સ
1. Destini 125 VX: ₹80,450 (એક્સ-શોરૂમ)
2. Destini 125 ZX: ₹89,300 (એક્સ-શોરૂમ)
3. Destini 125 ZX+: ₹90,300 (એક્સ-શોરૂમ)
કલર ઓપ્શન્સ
– VX વેરિઅન્ટ: ઇટર્નલ વ્હાઇટ, રિગલ બ્લેક અને ગ્રુવી રેડ.
– ZX વેરિઅન્ટ: કોસ્મિક બ્લુ અને મિસ્ટિક મેજેન્ટા.
– ZX+ વેરિઅન્ટ: ઇટર્નલ વ્હાઇટ અને રિગલ બ્લેક.
ફીચર્સ
– VX વેરિઅન્ટ:
– ડ્રમ બ્રેક
– ડિજિટલ-એનાલોગ સ્પીડોમીટર
– ફ્રન્ટ ગ્લોવ બોક્સ.
– ZX વેરિઅન્ટ:
– બ્લૂટૂથ કનેક્ટિવિટી
– એલોય વ્હીલ્સ
– ક્રોમ એક્સેન્ટ.
– ZX+ વેરિઅન્ટ:
– ડિસ્ક બ્રેક
– ફુલી ડિજિટલ સ્પીડોમીટર
– ટર્ન-બાય-ટર્ન નેવિગેશન
– કોપર ક્રોમ એક્સેન્ટ.
એન્જિન અને પાવર
– 124.6cc એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર ઈન્જિન.
– પાવર: 9 PS
– ટોર્ક: 10.4 Nm
– નવું CVT (કન્ટિન્યુઅસલી વેરીએબલ ટ્રાન્સમિશન).
ડિઝાઇન અને પરફોર્મન્સ
Hero Destini 125 ને મોડર્ન ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તેની પરફોર્મન્સમાં હજુ સુધારા કરવાની જરૂર છે. કંપનીએ ગુણવત્તા પર વધુ ધ્યાન આપવું પડશે.
સ્પર્ધા
નવું Hero Destini 125 સીધી સ્પર્ધા Yamaha Fascino 125, Activa 125, Suzuki Access 125 અને TVS Jupiter 125 સાથે કરશે. હવે જોવું રહ્યું કે ગ્રાહકો વચ્ચે આ સ્કૂટર કેટલું લોકપ્રિય બને છે.