નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ અક્ષય કુમારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમણે પોતાના 5 વર્ષના કાર્યકાળમાં એક પણ સીક લીવ એટલે કે બીમાર થવા પર રજા નથી લીધી. આજે અમે તમને મોદીજીની ફિટનેસનું રહસ્ય જણાવીશું. પીએમ મોદી ભલે ગમે તેટલા વાગ્યે સુતા હોય પરંતુ સવારે 4થી 5 વાગ્યા સુધીમાં ઉઠીને યોગ જરૂરથી કરે છે અને તેની સાથે જ તેઓ સૂર્યનમસ્કાર કરે છે.
તે પોતાના દિવસની શરૂઆત હેલ્ધી ભોજન સાથે કરે છે. જેમાં તે પૌઓ, ખાખરા, આદુ વાળી ચા અને ભાખરી સામેલ છે. જેનાથી તેમને દિવસભર એનર્જી મળે છે.
નરેન્દ્ર મોદી શુદ્ધ શાકાહારી છે, તેઓ પોતાના ડાયટમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ સાથે ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન ભોજન પસંદ કરે છે.
પીએમ મોદી ઠંડા પાણીના બદલે હુંફાળુ પીવે છે. સતત યાત્રા દરમિયાન અથવા તો ઉપવાસ દરમિયાન તેનાથી તેમને એનર્જી મળે છે.
પીએમ નરેન્દ્ર મોદી 24 કલાકમાંથી ફક્ત 3થી 4 કલાકની જ ઉંઘ લે છે. પથારીમાં સુતા બાદ તેમને માત્ર 30 સેકેન્ડમાં જ ઉંઘ આવી જાય છે.
પીએમ મોદી દિવસભરમાં અનેકવાર ડીપ બ્રીધીંગ કરે છે. તેનાથી ફેફસામાં ઓક્સિજનનો સપ્લાય વધે છે અને બોડીને એનર્જી મળે છે.
શિયાળામાં શરદી-ખાંસી થાય તો મોદીજી દવાઓ લેવાના બદલે નાકમાં સરસિયાનું તેલ હુંફાળુ કરીને નાખે છે. જે તેમને ફક્ત 2 દિવસમાં રાહત આપે છે.