કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી શિરડીમાં એક ચૂંટણી રેલી દરમિયાન મંચ પર જ બેહોશ થઇ ગયા. નીતિન ગડકરી શિરડી લોકસભા સીટ પરથી શિવસેનાના ઉમેદવાર સદાશિવ લોખંડેના પ્રચાર દરમિયાન તેઓ બેહોશ થયા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી શનિવારે સાંજે મહારાષ્ટ્રના શિરડીમાં એક ચૂંટણી રેલી દરમિયાન પોતાનું ભાષણ પૂર્ણ કરી પોતાની ખુરશી તરફ જઇ રહ્યાં હતા ત્યારે તેઓ અચાનક બેહોશ થઇ ગયા. મંચ પર હાજર નેતાઓ અને સુરક્ષાકર્મીઓએ તેમને સંભાળ્યા. જો કે તેઓ સ્વસ્થ થઇને પોતાની કાર તરફ ચાલ્યા ગયા.
આ પહેલીવાર નથી બન્યુ કે નીતિન ગડકરી બેહોશ થયા હોય આ અગાઉ પણ ગત વર્ષે ડિસેમ્બરમાં ગડકરી એક યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ડાયાબિટીસનું સ્તર વધી જવાને કારણે મંચ પર જ બેહોશ થઇ ગયા હતા.