કોલકાતા : ઓપનીંગમાં આવેલા શુભમન ગીલ, ક્રિસ લીન અને આન્દ્રે રસેલની જારદાર અર્ધસદીઓના પ્રતાપે કોલકાતા નાઇટ રાઇડર્સે મુકેલા 233 રનના લક્ષ્યાંક સામે મુંબઇ ઇન્ડિયન્સ 7 વિકેટે 198 રન સુધી જ પહોંચી શકતાં કોલકાતાનો 34 રને વિજય થયો હતો.
17 બોલમાં અર્ધસદી ફટકારનાર હાર્દિકે 34 બોલમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 91 રન કર્યા
232 રનના મોટા લક્ષ્યાંક સામે મુંબઇની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને 21 રનના સ્કોર સુધીમાં તેના બંને ઓપનર પેવેલિયન ભેગા થયા હતા. તે પછી લુઇસ અને સૂર્યકુમાર યાદવ પણ આઉટ થયાં ત્યારે સ્કોર 58 રન હતો. તે પછી પોલાર્ડ સાથે હાર્દિક પંડ્યા જાડાયો હતો અને બંનેઍ મળીને 5 ઓવરમાં 63 રનની ઝડપી ભાગીદારી કરી હતી. પોલાર્ડ અંગત 20 રન કરીને આઉટ થયો હતો. તે પછી હાર્દિક પંડ્યાઍ 17 બોલમાં 7 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી પોતાની અર્ધસદી પુરી કરી હતી. હાર્દિક પંડ્યા 18મી ઓવરના છેલ્લા બોલે આઉટ થયો હતો, તેણે 34 બોલમાં 9 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા. તે પછી 2 ઓવરમાં 48 રન કરવાના આવ્યા હતા, જેની સામે મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 198 રન સુધી જ પહોંચ્યું હતું.
આન્દ્રે રસેલ 40 બોલમાં 8 છગ્ગા, 6 ચોગ્ગાની મદદથી 80 રન કરીને નોટઆઉટ રહ્યો
મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી શુભમન ગીલ અને ક્રિસ લીને મળીને 9.3 ઓવરમાં બોર્ડ પર 96 રન મુકી દઇને કોલકાતાને જારદાર શરૂઆત અપાવી હતી. લીન 54 રન કરીને જ્યારે ગીલ 76 રન કરીને આઉટ થયો હતો. રસેલે 30 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી અને તે પછી 20 ઓવર પુરી થઇ ત્યારે તે 40 બોલમાં 8 છગ્ગા, 6 ચોગ્ગાની મદદથી 80 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તેણે 15 રન કરનારા દિનેશ કાર્તિક સાથે ત્રીજી વિકેટની 74 રનની ભાગીદારી કરી હતી.