સુરત : લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર આજે રમાયેલી વૈશાખી બાયોસ ટી-20 ડે ઍન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પીઠાવાળા સ્પોર્ટ્સ ક્લબે કેપ્ટન જય દેસાઇના ઓલરાઉન્ડ પ્રદર્શનથી કૈલાશ સ્પોર્ટ્સ ક્લબને 32 રને હરાવીને ચેમ્પિયન થઇ હતી.
પીઠાવાળા સ્પોર્ટ્સ ક્લબે પ્રથમ દાવ લઇને કથન પટેલના 34 બોલમાં 42 તેમજ જય દેસાઇના 44 બોલમાં 35 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 128 રન બનાવ્યા હતા. તે પછી જય દેસાઇઍ 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઉપાડીને કૈલાશ સ્પોર્ટ્સ ક્લબને 96 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના સિવાય ડેનિસ પટેલ, આદિત્ય પટેલ અને નીસર્ગ સિંહ પરમારે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે હેમાંગ પટેલે 1 વિકેટ લીધી હતી. કૈલાશ સ્પોર્ટ્સ તરફથી કોઇ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.
