કોલકાતા : રવિવારે અહીં મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં બેટ વડે 40 બોલમાં 80 રનની નોટઆઉટ ઇનિંગ રમ્યા પછી બોલ વડે કમાલ બતાવીને બે વિકેટ ઉપાડવા સાથે બે કેચ પણ ઝડપનારા આન્દ્રે રસેલનો આજે જન્મદિવસ છે. મુંબઇ સામેની મેચ જીત્યા પછી રવિવારે રાત્રે જ કોલકાતા નાઇટ રાઇડર્સે આન્દ્રે રસેલનો જન્મદિવસ ઉજવ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડીઓએ જન્મ દિવસની આ ઉજવણીમાં રસેલને જાણે કે કેક વડે નવડાવી દીધો હતો.
Our Muscle Man well and truly CAKED ?♥️
And yaar Shah @iamsrk you make my heart ache with your sweetness – passing him napkins ?♥️#HappyBirthdayAndreRussell #KKR #KKRvMI #KKRHaiTaiyaar pic.twitter.com/s9UXFZ6LjQ
— Samina ✨ (@SRKsSamina) April 28, 2019
કેક વડે રંગાયેલા રસેલના ફોટા ટિ્વટર સહિતના સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. જેમાં રસેલનું આખુ મ્હો કેક વડે રંગાયેલું જોવા મળે છે, આ જન્મ દિવસની ઉજવણીનો એક વીડિયો પણ ટિ્વટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં લખાયું હતું કે આપણો મસલ મેન ખરેખર કેક બની ગયો છે. તેમાં ટીમનો માલિક શાહરૂખ ખાન રસેલને નેપકીન પાસ કરતો પણ જોવા મળે છે.