ઈસ્ટરના દિવસે ચર્ચ અને હોટલો પર થયેલા આતંકવાદી હુમલા બાદ શ્રીલંકામાં બુરખા સહિત ચહેરો ઢંકાય તેવી તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.
ભારતમાં ભૂતકાળમાં સંખ્યાબંધ આતકંવાદી હુમલા થયા બાદ પણ સરકાર જે હિંમત નથી બતાવી શકી તે શ્રીલંકાની સરકારે બતાવી છે.શ્રીલંકાના આતંકવાદી હુમલામાં 253 લોકોના મોત થયા હતા.
શ્રીલંકામાં આતંકવાદી હુમલો કરનારાઓ પૈકીની એક મહિલા પણ હતી.જેણે બુરખો પહેર્યો હતો.શ્રીલંકાની સરકારનુ કહેવુ છે કે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચહેરો ઢાંકવાવાળી દરેક વસ્તુ પર સોમવારથી પ્રતિબંધ મુકાયો છે.
જોકે શ્રીલંકા આવુ કરનાર પહેલો દેશ નથી.આ પહેલા દુનિયાના ઘણા દેશો બુરખા પર પ્રતિબંધ લાવી ચુક્યા છે.આ રહ્યા આ દેશો….
ચાડ
કેમરુન
ગાબોન
મોરક્કો
ઓસ્ટ્રિયા
બલ્ગેરિયા
ડેન્માર્ક
ફ્રાંસ
બેલ્જિયમ
ચીન