Earbuds: 899 રૂપિયા માં 30 કલાક બેટરી બેકઅપ અને ENC સાથે S9 Ultra ઈયરબડ્સ લોન્ચ
Earbuds: itel એ ભારતમાં પોતાની ઓડિયો-લાઈનઅપનો વિસ્તાર કરી S9 Ultra ઈયરબડ્સ લોન્ચ કર્યા છે, જે ઓછા ભાવે શ્રેષ્ઠ પરફોર્મન્સ અને ડ્યુરેબિલિટીનું ધ્યાન રાખે છે. આ ઈયરબડ્સમાં ડ્યુઅલ ટોન ડિઝાઇન અને ઇમરસિવ ઓડિયો એક્સપીરિયન્સ માટે ઘણા આકર્ષક ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં AI એનવાયર્નમેન્ટલ નોઈઝ કેન્સલેશન (ENC) અને વોઇસ એક્ટિવેશન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
લાંબા બેટરી બેકઅપ સાથે
S9 Ultra ઈયરબડ્સમાં 400 mAhની બેટરી આપવામાં આવી છે, જેને એક વખત ચાર્જ કરીને 30 કલાક સુધીનો બેકઅપ મેળવી શકાય છે. AI એનવાયર્નમેન્ટલ નોઈઝ કેન્સલેશન (ENC) ટેકનોલોજી કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ શોરને ફિલ્ટર કરે છે, જેના કારણે સંચાર વધુ સ્પષ્ટ અને સરળ બની જાય છે.
ડિઝાઇન અને વોટર રેઝિસ્ટન્સ
S9 Ultra ઈયરબડ્સ સ્પેસ ગ્રે અને ડેઝલ બ્લેક કલર વિકલ્પમાં ઉપલબ્ધ છે અને તેમાં IPX5 વોટર રેઝિસ્ટન્સ રેટિંગ છે, જે પસીનાથી અને થોડીક પાણીની છાંટોથી સુરક્ષિત રાખે છે. આ ઈયરબડ્સમાં બ્લૂટૂથ 5.3 ટેકનોલોજી અને 10 મીમી ડ્રાઇવર પણ છે.
કિંમત અને વોરંટી
S9 Ultra ઈયરબડ્સ માત્ર 899 રૂપિયામાં ઉપલબ્ધ થશે અને કંપની આ પર એક વર્ષની વોરંટી પણ આપે છે.
itel S9 Ultra Earbuds ની સ્પેસિફિકેશન:
- AI ENC સપોર્ટ
- 28 mAh: ઈયરબડ્સ
- 400 mAh: ચાર્જિંગ કેસ
- બ્લૂટૂથ V5.3
- IPX5 રેટિંગ
- વોઇસ એક્ટિવેશન
- ટચ કંટ્રોલ
આ ઉપરાંત, itel એ એક નવો સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે, જેમાં 6.56 HD+ ડિસ્પ્લે, 8MP AI કેમેરા અને 5000 mAhની મોટી બેટરી છે, જે યુઝર્સને શ્રેષ્ઠ પાવર સપોર્ટ આપે છે.