રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે.પાણીની અછત ન થાય તે માટે રાજ્યસરકારે વિશેષ તૈયારીઓ કરી છે. આવતીકાલે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં પીવા પાણી મુદ્દે સમીક્ષા બેઠકનું પણ આયોજન થયુ છે. તો બીજીતરફ, આ કાળઝાળ ગરમીમાં પણ જુલાઈ મહિનાનાં આખર સુધી ગુજરાતની જનતાને પાવીના પાણીની અછત નહી સર્જાય તેવો દોવા રાજ્ય સરકારે કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો કે નર્મદા ડેમાં પીવાનું પૂરતુ પાણી છે. જુલાઇ મહિના સુધી ગુજરાતની ચાર કરોડ જનતા માટે પીવાનું પાણી સુરક્ષિત છે. અને જનતાએ પીવાના પાણી માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં નર્મદાનું પાણી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ સહિતના વિસ્તારો જુલાઈ માસ સુધી પીવાનું પાણી સુરક્ષિત છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે સૌરાષ્ટ્રમાં દરરોડ 190 કરોડ લીટર નર્મદાનું પાણી પહોંચાડવામાં આવતુ હોવાનો દાવો નીતિન પટેલે કર્યો છે. નીતિન પટેલે કહ્યુ હતુ કે આ વર્ષે ગત વર્ષ કરતા સૌરાષ્ટ્રમાં 20 કરોડ લીટર પાણી વધુ અપાય છે. ખાસ કરીને પોરબંદર, બોટાદ સુધી પાણી પહોંચાડવાનું કામ થઈ રહ્યુ હોવાની વાત પણ નાયબ મુખ્યપ્રધાને કહ્યુ હતું.
રાજ્યભરમાં પાણીનો પ્રશ્ન અત્યારથી વિકટ બની રહ્યોછે. તેવામાં પાણી પુરવઠા વિભાગે પાણીના પ્રશ્નો ઉકેલવા માટે કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. ટોલ ફ્રી નંબર 1916 પર ફોન કરીને ગુજરાતમાં કોઇ પણ સ્થળે પાણીની તકલીફ પડે જાણ કરવાની રહેશે. અને 24 કલાક ચાલુ રહેતા આ કંટ્રોલ રૂમમાંથી જે તે ગામની પાણીના પ્રશ્ન ઉકેલાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.