મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનની પ્લેઅોફની મેચ અડધો કલાક વહેલી શરૂ થશે. હાલમાં પ્રાઇમ ટાઇમની મેચ 8.00 વાગ્યાથી શરૂ થાય છે, જ્યારે ટોસ 7.30 વાગ્યે થાય છે. જા કે પ્લેઓફ દરમિયાન ટોસ 7.00 વાગ્યે અને મેચ 7.30 વાગ્યાથી શરૂ થશે. દિલ્હીમાં સીઓઍની બેઠકમાં આ બાબતે ચર્ચા થયા પછી મેચનો સમય બદલાયો છે.
ક્વોલિફાયર-1 ચેન્નઇમાં રમાશે, જ્યારે ઍલિમિનેટર મેચ 8મી મેના રોજ રમાશે, ક્વોલિફાયર-2 વિશાખાપટ્ટનમમાં 10મી મેના રોજ રમાશે અને ફાઇનલ 12મી મેના રોજ હૈદરાબાદમાં રમાશે. ગત સિઝનમાં પ્લેઓફની મેચ 7.00 વાગ્યે શરૂ થઇ હતી. બીસીસીઆઇના ઍક વરિષ્ઠ અધિકારીઍ કહ્યું હતું કે દક્ષિણમાં મેચો રમાવાની હોવાથી ત્યાં ઝાકળનો મુદ્દો મુખ્ય બને છે.
આ દરમિયાન મહિલાઓની 5 ટી-20 ચેલેન્જ મેચ પણ રમાશે, ઍ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. જા કે તેની બીજી મેચ જે ઍલિમિનેટર હશે તે બપોરે 3.00 વાગ્યાથી શરૂ થશે. આ તમામ મેચ જયપુરમાં રમાશે. જયપુરમાં 6ઠ્ઠી મેના રોજ ચૂંટણી છે પણ રાજસ્થાન ક્રિકેટ ઍસોસિઍશનને મેચના આયોજનની મંજૂરી મળી ગઇ છે.