ચેન્નઇ : 800 મીટરની દોડમાં પહેલા ક્રમે રહીને ઍશિયન ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનારી ગોમતી મરિમુતુ માટે અહીં સુધીનો પ્રવાસ ઍટલો સરળ રહ્યો નથી. નાણાની તંગી, ગામમાં અોછી સુવિધા વગેરે તમામ બાબતો તેણે સહન કરી છે અને તેમાં તેના માટે સૌથી મોટો સહારો તેના પિતા બન્યા હતા. જેમનું થોડા વર્ષો પહેલા નિધન થયું હતું. જો કે ગોમતી આજે પણ તેના પિતા દ્વારા તેના માટે ઉઠાવાયેલા કષ્ટોને હજુ ભુલી નથી અને તે તેમને પોતાનો ભગવાન ગણાવે છે.
પિતાનુ થોડા વર્ષો પહેલા અવસાન થયું છતાં ગોમતી પિતાઍ તેના માટે ઉઠાવેલા કષ્ટોને ભુલી નથી
અહીં ઍક કાર્યક્રમમાં ગોમતીઍ પોતાની કેરિયરના શરૂઆતના દિવસોને યાદ કરતાં પોતાના પિતાની ઘણી પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે મને યોગ્ય ડાયેટ મળે તેના માટે પૈસા ભેગા કરવા મારા પિતાઍ પશુઓનો ચારો પણ ખાધો છે.તેઅો બિમાર હતા છતાંં તેમણે આવું કયુ્ર્ર કે જેથી મારી ટ્રેનિંગ કે ડાયેટ પર કોઇ અસર ન પડે. આ વાત કરતી વખતે તેની આંખમાં આંસુ આવી ગયા હતા.