બેંગ્લુરૂ : અહીંના ઍમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ શરૂ થવા પહેલા જારદાર વરસાદ તુટી પડતા મેચ પર સંકટ છવાયું હતું. લગભગ ઍકાદ કલાક પછી વરસાદ રોકાયો અને કવર હઠાવવાની તૈયારી થઇ રહી હતી ત્યારે ફરી વરસાદ તૂટી પડ્યો હતો અને લગભગ ૧૦ વાગ્યાની પાસે તે બંધ થયો હતો.
કોહલીઍ 7 બોલમાં 25 રન ફટકાર્યા, શ્રેયસ ગોપાલે કોહલી, ડિવિલિયર્સ અને સ્ટોઇનીસના રૂપમાં હેટ્રિક ઝડપી
આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ વરસાદી વિધ્નને કારણે 5-5 ઓવરની કરવામાં આવી હતી, જેમાં આરસીબીઍ પ્રથમ દાવ લઇને 7 વિકેટના ભોગે 62 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીના 7 બોલમાં 25 રન મુખ્ય હતા. શ્રેયસ ગોપાલે પોતાની ઍક અોવરમાં કોહલી, ડિવિલિયર્સ અને સ્ટોઇનીસને આઉટ કરીને હેટ્રિક ઝડપી હતી.
63 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સ વતી ઓપનીંગમાં આવેલા સંજુ સેમસન અને લિઆમ લિવિંગસ્ટોને પ્રથમ 3 ઓવરમાં 40 રન બનાવી લીધા હતા. ચોથી ઓવર ફેંકવા આવેલા યજુવેન્દ્ર ચહલે બીજા બોલે સેમસનને આઉટ કર્યો હતો તેણે 13 બોલમાં 28 રન કર્યા હતા. તે પછી મેચ પુરી થવા આડે માત્ર 10 બોલ બાકી હતા ત્યારે વરસાદ ફરી શરૂ થયો હતો અને તેને પગલે મેચને રદ કરી દેવામાં આવી હતી. આ મેચ રદ થતાં જો અને તોની સંભાવના પુરી થઇ હતી અને આરસીબી પ્લેઓફમાંથી આઉટ થઇ હતી.
આ પહેલા 7.30 વાગ્યે ટોસ ઉછાળાયો હતો અને ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મીથે ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને જેવી મેચ શરૂ થવાની તૈયારી હતી કે તરત જ વિજળીના કડાકા ભડાકા સાથે જારદાર વરસાદ તૂટી પડ્યો હતો.