નવી દિલ્હી : હોકી ઇન્ડિયાઍ આવતા મહિનાથી શરૂ થઇ રહેલા અોસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય મેન્સ હોકી ટીમની જાહેરાત કરી છે, આ ટીમમાં અનભવી ડ્રેગ ફિલકર રૂપિન્દર પાલ સિંહની લાંબા સમય પછી વાપસી થઇ છે. આ ઉપરાંત મનપ્રીત સિંહની આગેવાની હેઠળની આ ટીમમાં જલંધરનો મિડ ફિલ્ડર જસકરન સિંહ ટીમમાં ઍકમાત્ર નવો ચહેરો રહ્યો છે. નવા કોચ ગ્રેહામ રીડના માર્ગદર્શનમાં ભારતીય ટીમનો આ પ્રથમ પ્રવાસ હશે.
ભારતીય ટીમ માટે આ વર્ષની બીજી મોટી ટુર્નામેન્ટ છે. ટીમે માર્ચમાં સુલતાન અઝલન શાહ કપમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. હાલ જાહેર કરાયેલી ટીમમાં યુવા અને અનુભવનું મિશ્રણ છે. પસંદગીકારોઍ ટીમમાં અનુભવી પીઆર શ્રીજેશની સાથે કૃષ્ણા બી પાઠક ઍમ બે ગોલકીપરની પસંદગી કરી છે. આકાશદીપ સિંહ આરામ પછી ટીમમાં પાછો ફર્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાબતે કોચ રીડે કહ્યું હતું કે આ પ્રવાસ મને ટીમના ખેલાડીઅોને સમજવાની તક આપશે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જાહેર થયેલી ટીમ આ મુજબ છે
ગોલકીપર : પીઆર શ્રીજેશ, કૃષ્ણા બી પાઠક, ડિફેન્ડર : રુપિન્દર પાલ સિંહ, સુરેન્દ્ર કુમાર (વાઇસ કેપ્ટન), હરમનપ્રીત સિંહ, બિરેન્દ્ર લાકડા, ગુરિન્દર સિંહ, કોથાજીત સિંહ, મીડ ફિલ્ડર : હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ (કેપ્ટન), જસકરન સિંહ, વિવેક સાગર પ્રસાદ, નીલકંઠ શર્મા, ફોરવર્ડ : મનદીપ સિંહ, ગુરસાહિબજીત સિંહ, આકાશદીપ સિંહ, સુમિત કુમાર જૂનિયર, અરમાન કુરેશી.