સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને મોંઘી કાર વસાવવાનો શોખ છે અને હવે તેણે વિશ્વની સૌથી મોંધી અને જેનું માત્ર ઍક જ મોડલ બન્યુ છે ઍવી બુગાટી લા વોઇતુર નોઇર કાર ખરીદી લીધી છે. આ કારનની કિંમત ટેક્સ વગર 11 મિલિયન યુરો મતલબ કે 12.5 મિલિયન ડોલર અથવા 87 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. તેમાં ટેક્સ ઉમેરવામાં આવે તો ભારતીય રૂપિયામાં તેની કિંમત 133 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
બુગાટીઍ હાલમાં જ પોતાની અત્યાર સુધીની સૌથી મોંધી ઍવી બુગાટી લા વોઇતુર નોઇર લોન્ચ કરી હતી. બુગાટીઍ આ મોડલને 1930માં બનેલી બુગાટી સી-57 ઍસસીને નવી ડિઝાઇન અને ફિચર સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેને કંપનીના સ્થાપક અટોર બુગાટીના પુત્ર જીન બુગાટીઍ ડિઝાઇન કરી છે. તેને યુનિક બનાવવા માટે તેનું માત્ર ઍક જ મોડલ તૈયાર કરાયું હતું, જે હવે રોનાલ્ડોઍ ખરીદી લીધું છે. રોનાલ્ડો પાસે આ સિવાય ઍસ્ટન માર્ટિન્સ, લેંમ્બોર્ગિની, રોલ્સ રોયલ્સ જેવી ઘણી મોંધી અને સ્ટાઇલીશ કારનો સંગ્રહ છે, તેમાં હવે આ કારનો ઉમેરો થયો છે.