નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફના ભાગ રહેલા પેડી અપ્ટને પોતાના પુસ્તકમાં ગૌતમ ગંભીરને અસુરક્ષિત અને નેગેટિવ વિચારણા ધરાવતો ક્રિકેટર ગણાવાયા પછી ગૌતમ ગંભીરે તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પેડી અપ્ટને ખોટા ઇરાદાથી આ વાત કરી જ નહીં હોય. તેને જ્યારે પુસ્તકમાં કરાયેલા દાવા અંગે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે હું તેમાં કંઇ ખોટું જાતો નથી. માનસિક રીતે અસુરક્ષિત હોવાની અપ્ટનની વાત તેમના સ્થાને યોગ્ય છે. પણ હું નબળો વ્યક્તિ થી. તેની સાથે જ ગંભીરે વર્લ્ડ કપની ફાઇનલમાં પોતે રમેલી ૯૭ રનની ઇનિંગનો ઉલ્લેખ કર્યો હતો.
ગંભીર બોલ્યો : મને વિશ્વાસ છે કે પેડી અપ્ટને ખોટા ઇરાદાથી તો આ વાત કરી જ નહીં હોય
ગંભીરે કહ્યું હતું કે પેડી અપ્ટને જે કહ્યું તે જગજાહેર વાત છે, મારી કેરિયર દરમિયાન હું ક્રિકેટર તરીકે અસુરક્ષિત હતો તે બધાને જ ખબર છે. તેણે કહ્યું હતું કે પુસ્તકમાં લખાયેલી વાતથી મને જરાપણ ખોટું લાગ્યું નથી. તેણે કહ્યું હતું કે તમે જુઓ કે પેડીઍ જે નથી કહ્યું અથવા તો પબ્લિશરે તેને ઍડિટ કરી દીધું છે. હું ટીમ ઇન્ડિયા અને મારી જાતને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ જોવા માગતો હતો. હું 100 રન કર્યા પછી સંતુષ્ટ નહોતો અને 200 બનાવવા માગતો હતો. ઍ વાત પેડીના પુસ્તકમાં પણ છે. તેમાં મને કંઇ ખોટું જણાતું નથી.
ગંભીર માનસિક રીતે સૌથી નબળો અને અસુરક્ષા અનુભવતો હતો : પેડી અપ્ટન
ટીમ ઇન્ડિયાના માજી મેન્ટલ કન્ડિશનિંગ કોચ પેડી અપ્ટને પોતાના પુસ્તક ધ બેરફૂટ કોચમાં પોતાના સમયના ભારતના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના ઍક ગૌતમ ગંભીર માટે લખ્યું છે કે તે માનસિક રૂપે નબળો અને સૌથી વધુ અસુરક્ષા અનુભવતો ખેલાડી હતો. તેમણે લખ્યું હતુંં કે ગંભીર ૧૫૦ રન કર્યા પછી પણ પોતાનાથી નાખુશ રહેતો હતો. મારા અને ગેરી કર્સ્ટનના પ્રયાસો છતાં ગંભીરની નકારાત્મકતા અને નિરાશાવાદી વલણ જળવાઇ રહ્યું હતું. અપ્ટને પોતાના પુસ્તકમાં ધોનીની પ્રશંસા કરી છે