ચંદ્રમાં પર ભારતના બહુપ્રતીક્ષિત બીજા મિશન ચંદ્રયાન 2ના પ્રક્ષેપણ માટે 09 થી 16 જુલાઇ વચ્ચેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ બુધવારે જણાવ્યું છે ચંદ્રયાન 2 ના ત્રણેય મોડ્યૂલોને 09 જુલાઇથી 16 જુલાઇની વચ્ચે પ્રક્ષપણ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. એનું 6 સપ્ટેમ્બરે ચંદ્રમા પર પહોંચવાની આશા છે.
ચંદ્રયાન 2 માં ત્રણ મોડ્યૂલ છે. ઑર્બિટર મોડ્યૂલ ચંદ્રમાની કક્ષામાં એના ચક્કર મારશે. લેન્ડર મોડ્યૂલ ચંદ્રમાની સપાટી પર ઊતરશે. એને વિક્રમ નામ આપવામાં આવ્યું છે. ત્રીજું મોડ્યૂલ ‘પ્રજ્ઞાન’ નામનું રોવર છે જે ચંદ્રની સપાટી પર ફરી ફરીને આંકડા અને નમૂના એકત્રિત કરશે. પ્રક્ષેપણના સમયે ઑર્બિટર અને લેન્ડર મોડ્યૂલ એક બીજા સાથે જોડાયેલા રહેશે. રોવરને લેન્ડરની અંદર રાખવામાં આવશે. પ્રક્ષેપણ બાદ પહેલા એને પૉથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
ચંદ્રના વર્ગમાં પહોંચીને લેન્ડર ઑર્બિટરથી અલગ થઇ જશે તથા ચંદ્રના દક્ષિણ ધૃવની પાસે પહેલાથી નક્કી સ્થાન પર ધીરેથી ચંદ્રની સપાટી પર ઊતરશે. ત્યારબાદ રોવર પણ લેન્ડરથી અલગ થઇ જશે.