જામનગરમાં ફૂડ વિભાગનું ચેકીંગ યથાવત છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને શેરડીના રસના નમૂના લીધા હતા. અને કલરયુક્ત કેરીના રસનો સ્થળ પર જ નાશ કર્યો હતો. મહત્વનું છે કે ઉનાળાની સિઝનમાં કેરીના રસનો વેપાર કરતા વેપારીઓ રસમાં અલગ અલગ તત્વોનું મિશ્રણ કરતા હોય છે.
જેનાથી કેરીનો રસ પીવા લાયક રહેતો નથી. અને જો આવો રસ પીવામાં આવે તો આરોગ્ય બગડતુ હોય છે. જેથી સાવચેતીના ભાગરૂપે પહેલેથીજ તંત્ર હરકતમાં આવ્યું હતુ. અને ચેકિંગ હાથ ધર્યુ હતુ.