મુંબઇ : પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુંબઇ ઇન્ડિયન્સે ક્વિન્ટોન ડિ કોકની નોટઆઉટ 69 રનની ઇનિંગને પગલે મુકેલા 163 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 20 ઓવરમાં 6 વિકેટે 162 રન કરતાં મેચ સુપર ઓવર પર પહોંચી હતી. સનરાઇઝર્સે સુપર ઓવરમાં પ્રથમ દાવ લઇને 8 રન કર્યા હતા, મુંબઇઍ માત્ર ત્રણ બોલમાં જ 9 રન કરીને મેચ જીતી લીધી હતી.
બુમરાહે ફેંકેલી સુપર ઓવરમાં ૪ બોલમાં ૮ રન કરીને બે વિકેટ પડી જતાં મુંબઇને ૯ રનનો ટાર્ગેટ મળ્યો
મુંબઇ વતી સુપર ઓવર જસપ્રીત બુમરાહે કરી હતી. જ્યારે મનીષ પાંડે અને મહંમદ નબી બેટિંગ માટે ઉતર્યા હતા. પહેલા બોલે પાંડે બીજા રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો. બીજા બોલે ગપ્તિલે 1 રન લીધો હતો. ત્રીજા બોલે નબીઍ છગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલે નબી બોલ્ડ થયો હતો અને મુંબઇને વિજય માટે 9 રન કરવાના આવ્યા હતા.
સનરાઇઝર્સ વતી સુપર ઓવર રાશિદે ફેંકી હતી અને મુંબઇ વતી હાર્દિક અને પોલાર્ડ બેટિંગ માટે ઉતર્યા હતા. રાશિદના પહેલા બોલે હાર્દિકે છગ્ગો ફટકાર્યો હતો. અને બીજા બોલે 1 રન લીધો હતો. ત્રીજા બોલે પોલાર્ડે 2 રન કરતાં મુંબઇ ઇન્ડિયન્સ 3 બોલમાં જ મેચ જીતી ગયું હતું.
હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરના છેલ્લા બોલે મનીષ પાંડેઍ છગ્ગો ફટકારતા મેચ સુપર ઓવરમાં પહોંચી
આ પહેલા 163 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદને માર્ટિન ગપ્તિલ અને રિદ્ધિમાન સાહાઍ જારદાર શરૂઆત અપાવીને 4 ઓવરમાં 40 રન કરી દીધા હતા. આ સ્કોર પર સાહા આઉટ થયો અને તે પછી ટુંકા ગાળામાં તેમણે ગપ્તિલ અને વિલિયમ્સનની વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 3 વિકેટે 65 રન થયો હતો. તે પછી 105 રન સુધીમાં તેમણે 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મનીષ પાંડે અને મહંમદ નબી ઍ મળીને 5.1 ઓવરમાં 49 રનની ભાગીદારી કરીને ટીમને વિજય નજીક મુકી હતી, 154 રનના સ્કોર પર નબી આઉટ થયો ત્યારે 2 બોલમાં 9 રનની જરૂર હતી અને મનિષ પાંડેઍ પહેલા 2 રન અને તે પછી છગ્ગો મારતા મેચ ટાઇ થઇ હતી. મનીષ પાંડે 47 બોલમાં 71 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
મુંબઇ વતી ક્વિન્ટોન ડિ કોક 58 બોલમાં 69 રન કરી નોટઆઉટ રહ્યો
રોહિત શર્માઍ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, તેમની શરૂઆત સારી રહી નહોતી અને કેપ્ટન રોહિત શર્મા ફરી ઍકવાર મુંબઇ માટે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો હતો. તે 18 બોલમાં 24 રન કરીને આઉટ થયો હતો. તે પછી ક્વિન્ટોન ડિ કોકે સૂર્યકુમાર યાદવની સાથે સાથે બીજી વિકેટની ભાગીદારીમાં 55 રન ઉમેર્યા યાદવ 17 બોલમાં 23 રન કરીને આઉટ થયો હતો. ઍ ઓવરમાં જ લુઇસ પણ આઉટ થયો હતો. મુંબઇ ઇન્ડિયન્સ માટે આજે હાર્દિક પંડ્યા પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે 10 બોલમાં 18 રન કરીને આઉટ થયો હતો અને તેના કારણે અંતિમ ઓવરોમાં જે સ્પીડથી રન થવા જાઇઍ તે થયા નહોતા. પોલાર્ડ ફરી ઍકવાર જાદુ જગાવવામાં નિષ્ફળ ગયો હતો. ડિ કોકે 48 બોલમાં અર્ધસદી પુરી કરી હતી અને અંતે તે 58 બોલમાં 69 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. સનરાઇઝર્સ તરફથી ખલીલ અહેમદે 3 જ્યારે ભુવનેશ્વર કુમાર અને મહંમદ નબીઍ 1-1 વિકેટ મેળવી હતી.