મુંબઇ : ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરે કહ્યું છે કે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ દરમિયાન પીચ બેટ્સમેનો માટે લાભદાયી બની રહેશે અને ગરમીને કારણે ત્યાં બોલ ઍટલા સ્વિંગ નહીં થાય. 30મી મેથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. સચિને અહીં પોતાના નામે બનેલા ઍમઆઇજી ક્લબ પેવેલિયનના ઉદ્ઘાટન સમયે કહ્યું હતું કે મને ઍવું જણાવાયું છે કે ત્યાં ઘણી ગરમી હશે.
સચિને કહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ વિકેટ સારી હતી. ગરમીમાં વિકેટ સપાટ બની જાય છે, મને આશા છે કે બેટિંગ માટે ત્યાંની વિકેટ જારદાર હશે. તેણે કહ્યું હતું કે મને નથી લાગતું કે સ્થિતિ ઘણી અલગ હોય, શરત માત્ર ઍટલી કે ત્યાં વાદળ ન હોવા જાઇઍ. જા વાદળ હશે તો બોલ સ્વિંગ કરશે. જા કે તે પણ માત્ર શરૂઆતની ઓવરમાં જ થઇ શકશે ઍવું તેણે ઉમેર્યુ હતું. ભારતીય ખેલાડીઅો વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કેઍલ રાહુલ આઇપીઍલમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે તો શું તેનો ફાયદો વર્લ્ડ કપમાં મળશે ઍવા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે કોઇપણ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવાથી ખેલાડીનો આત્મવિશ્વાસ વધે છે