મોહાલી : ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જવાના આરે ઊભેલી બે ટીમો કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સ શુક્રવારે જ્યારે અહીં ઍકબીજાની સામે આવશે ત્યારે ઍ બંને ટીમ માટે આ મુકાબલો કરો યા મરો સમાન હશે. બંને ટીમો પોઇન્ટ ટેબલમાં નીચલા સ્તરે છે અને પ્લેઓફની આશાને જાળવી રાખવા તેમને શુક્રવારની મેચમાં વિજય સિવાય બીજું કંઇ નથી ખપતું. બંને ટીમના 12 મેચમાં 10 પોઇન્ટ છે, જો કે કોલકાતા છઠ્ઠા સ્થાને તો નેટ રનરેટના આધારે કિંગ્સ ઇલેવન પંજાબ ૭માં સ્થાને છે.
બંને ટીમે પહેલા હાફમાં જારદાર પ્રદર્શન કર્યા પછી બીજા હાફમાં તેમનું પ્રદર્શન કથળ્યું અને તેઅો નીચે પહોંચી ગયા
પહેલા હાફમાં બંને ટીમનું પ્રદર્શન જારદાર રહ્યું હતું, જા કે બીજા હાફમાં બંને ટીમે રિધમ ગુમાવતા તેઓ લથડી પડ્યા હતા. પહેલી 5 મેચમાંથી 4માં જીત અને ઍક હાર મેળવનારી કેકેઆરે તે પછી સતત 6 પરાજય વેઠવા પડ્યા છે. તેણે છેલ્લી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું પણ પ્લેઓફમાં ક્વોલિફાઇ કરવા માટે તેણે બાકીની બંને મેચ જીતવી જરૂરી છે. બીજી તરફ પંજાબે પણ સતત 3 મેચ ગુમાવી છે અને તેની સ્થિતિ વધુ ખરાબ છે, કેઍલ રાહુલ 520 રન કરીને સર્વાધિક રન કરનારાની યાદીમાં ડેવિડ વોર્નર પછી બીજા ક્રમે છે જ્યારે ક્રિસ ગેલે 448 રન તો કર્યા છે પણ તે સતત સારું પ્રદર્શન કરી શક્યો નથી.