ઓકલેન્ડ : ન્યુઝીલેન્ડ અોપનમાં ભારતના ઍચઍસ પ્રણયે ભારતીય અભિયાનને જાïળવી રાખીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું નામ પાકું કરી લીધું છે. જ્યારે અન્ય ભારતીય ખેલાડીઓ હારીને સ્પર્ધા બહાર થયા છે. પ્રણયે મોટો અપસેટ કરીને બીજા ક્રમાંકિત ઇન્ડોનેશિયાના ટોમી સુગિયાર્તોને માત્ર 37 મિનીટમાં જ 21-14, 21-12થી હરાવીને અંતિમ 8માં પોતાનું નામ લખાવ્યું હતું. વર્લ્ડ રેન્કિંગમાં 26માં ક્રમાંકિત ભારતીય ખેલાડીનો સુગિયાર્તો સામે હવે રેકોર્ડ 2-0નો થયો છે, તેણે સુગિયાર્તોને ગત વર્ષે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં પણ હરાવ્યો હતો. સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે પ્રણયે હવે પાંચમા ક્રમાંકિત જાપાનના કાંતા સુનેયામા સામે રમવાનું છે.
દરમિયાન અહીં પુરૂષ ડબલ્સમાં મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જાડી મલેશિયાની જોડી ગોહ વી શેમ અને તાન વી કિયોંગ સામે સીધી ગેમમાં 21-17, ૨21-19થી હારીને સ્પર્ધા બાહર થઇ હતી. આ પહેલા બી સાઇ પ્રણીત સિંગલ્સમાં ઓલિમ્પિક્સ ચેમ્પિયન ચીનના લીન ડેન સામે 12-21, 12-21થી હારીને આઉટ થયો હતો. મહિલા સિંગલ્સમાં તો સાઇના નેહવાલ અને અનૂરા પ્રભુદેસાઇ પહેલા રાઉન્ડમાં જ હારીને સ્પર્ધા બહાર થઇ ગઇ હતી.