નવી દિલ્હી : લિંગ વિવાદને કારણે સમસ્યાઅો વેઠી ચુકેલી ભારતીય દોડવીર દૂતી ચંદે ગુરૂવારે અહીં કહ્યું હતું કે તે કાસ્ટર સેમેન્યા મામલે દુખી છે અને તેણે રમત પંચાટમાં દક્ષિણ આફ્રિકાની અોલિમ્પિક્સ ચેમ્પિયનને મળેલા પરાજય માટે વૈશ્વિક ગવર્નીંગ બોડીની ખેલાડીઅો બાબતે ખોટી નીતિઓને કસુરવાર ઠેરવી હતી.
પોતે હાઇપરઍન્ડ્રોઝેનિઝ્મ અથવા પુરૂષ લિંગ હોર્મોનના વધતા લેવલ માટે લાંબી કાયદાકીય લડાઇ લડીને જીતનારી દુતી કહ્યું હતું કે જેવી મને સમાચારની જાણ થઇ, તેવું તરત જ મને તેના માટે ખરાબ લાગ્યું. તરત જ મારા મનમાં બે વર્ષ પહેલાની ઍ વાતો યાદ આવી ગઇ. મારા માટે ઍ ઘણાં ખરાબ દિવસો હતા. તેણે જાકે ઍવું ઉમેર્યુ હતું કે મને ઍવું લાગે છે કે લાંબા સમયથી આ બાબતનો સામનો કરી રહેલી સેમેન્યા મારાથી સારી રીતે તેનો સામનો કરશે.
દુતીએ કહ્યું હતું કે આ આઇએએએફની ખોટી નીતિ છે અને તેના માટે તેઓ જે કંઇ પણ કારણ જણાવતા હોય તે ખોટા છે. હું આવા જ એક કિસ્સામાં લડીને જીતી છું પણ હવે સેમેન્યા અે કેટલાક અન્ય તેની સામે ઝઝુમી રહ્યા છે. તેણે કહ્યું હતું કે હું નથી જાણતી કે તે શું કરશે, હવે તે દવા લેશે કે નહીં તે પણ મને નથી ખબર, તે આની સામે અપીલ દાખલ કરશે કે નહીં તે તો તેની ટીમ જ જણાવી શકશે,