BMW X3: ઓટો એક્સપોમાં આવી BMW ની સૌથી એડવાન્સ્ડ SUV, આની કિંમતમાં મળશે 7 હૂન્ડાઈ ક્રેટા
BMW X3: BMWએ તેની નવી X3 SUV રજૂ કરી છે, જે ઘણા શાનદાર ફીચર્સથી સજ્જ છે. આ નવી કાર બે વેરીએન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે: પેટ્રોલ અને ડીઝલ. પેટ્રોલ વેરીએન્ટની એક્સ-શોરૂમ કિંમત 75.80 લાખ રૂપિયા અને ડીઝલ વેરીએન્ટની કિંમત 77.80 લાખ રૂપિયા છે. BMW આ કારનું ઉત્પાદન ચેન્નઈ પ્લાન્ટમાં કરી રહી છે.
એન્જિન અને પાવર
BMW X3માં બે ઈન્જિન વિકલ્પો મળે છે. પેટ્રોલ ઈન્જિન 180 બી એચ પીએસ પાવર અને 310 Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે ડીઝલ ઈન્જિન 197 બી એચ પીએસ પાવર અને 400 Nm ટોર્ક જનરેટ કરે છે. કારનો ડિઝાઇન યુવાનો સાથે સાથે પરિવાર માટે પણ આકર્ષક છે. નવી BMW X3નો કદ પહેલાથી મોટો છે, તેની લંબાઈ 4755 મીમી, પહોળાઈ 1920 મીમી અને ઊંચાઈ 1660 મીમી છે.
એડવાન્સ્ડ ફીચર્સ
નવી X3માં ઘણા એડવાન્સ્ડ ફીચર્સ છે, જેમાં વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ, કર્વ્ડ પાનોરામિક ડિસ્પ્લે, ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઇન્ટિગ્રેટેડ વોઈસ એસિસ્ટન્ટ અને LCD ડિસ્પ્લે શામેલ છે. સલામતી માટે તેમાં લેં કીપિંગ આસિસ્ટન્ટ, ડિસ્ટન્સ કંટ્રોલ, એક્ટિવ બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન, હેન્ડ્સ-ફ્રી ડ્રાઇવિંગ અને રિયર વિલ્યૂ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
BMW X3નો સીધો મુકાબલો મર્સિડીઝ GLC, વોલ્વો XC60 અને Audi Q5 સાથે થશે.