મોહાલી : આઇપીઍલની બંને ટીમ માટે મહત્વની ઍવી આજની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે સેમ કરેનની તોફાની અર્ધસદી અને નિકોલસ પુરનના ઝડપી 48 રનની મદદથી મુકેલા સામે 184 રનના લક્ષ્યાંકને કોલકાતા નાઇટ રાઇડર્સે મેન ઓફ ઘ મેચ શુભમન ગીલની નોટઆઉટ અર્ધસદીની મદદથી 3 વિકેટે કબજે કરી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો.
184 રનના લક્ષ્યાંક સામે કોલકાતાને ક્રિસ લીન અને શુભમન ગીલે શ્રેષ્ઠ શરૂઆત અપાવીને પાવરપ્લેમાં 62 રનની ભાગીદારી કરી હતી. લીન 46 રન કરી આઉટ થયો તે પછી શુભમન ગીલે નાની નાની ભાગીદારી સાથે મજબૂત બેટિંગ કરીને ટીમને જીતાડી હતી. તે 49 બોલમાં 65 રન કરીને નોટઆઉટ રહ્યો હતો તેની સાથે કાર્તિક 9 બોલમાં 21 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબે પાવરપ્લેમાં જ કેઍલ રાહુલ અને ક્રિસ ગેલની વિકેટ ગુમાવી દીધા પછી મયંક અગ્રવાલ અને નિકોલસ પુરન ત્રીજી વિકેટની ભાગીદારીમાં ઝડપી 69 રન ઉમેર્યા હતા. પુરન 48 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં સેમ કરેને જારદાર ફટાફટી કરતાં ટીમનો સ્કોર 183 સુધી પહોંચ્યો હતો. ઍ ઓવરમાં 22 રન આવ્યા હતા. સેમ કરેન 55 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.