સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં વાતાવરણે અચાનક પલટો માર્યો છે. વાતાવરણ બદલાતાં જ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટાનો આરંભ થયો અને સાથે સાથે ભારે પવન પણ ફુંકાવા લાગ્યો હતો. કાળઝાળ ગરમીમાં અચાનક જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે રાહદારીઓ ખેડૂતો અને ખુલ્લામાં વેપાર કરતા વેપારીઓ માટે વરસાદે સમસ્યા ઉભી કરી દીધી હતી.
સાવરકુંડલા તાલુકાના બાંઢડા થી જાબાળ સુધીના વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટુ પડયું. કમોસમી વરસાદ ખાબકતા રોડ આસપાસ વરસાદી પાણીનાં ઠેરઠેર ખાબોચીયા ભરાયા હતા. ભારે ગરમીની વચ્ચે અચાનક વરસાદ વરસતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. જોકે વરસાદને લીધે રાહદારીઓ અને વાહનચાલકોને તાત્કાલીક સુરક્ષિત સ્થળ શોધવાની જરૂર પડી હતી.