ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ 31મી મેના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઇ રહ્યા છે જોકે ગુજરાતના વહીવટી તંત્ર ઉપર તેમની મજબુત પક્કડ હોવાને કારણે અને તેઓ કોઈ વિવાદમાં આવ્યા ન હોવાથી તેમને એક્સ્ટેંશન આપવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે.
જે.એન.સિંઘ હંમેશા બધાને સાથે લઈને ચાલે છે નાના અધિકારીઓની વાત પણ તેઓ શાંતિથી સાંભળે છે અને કોઈના સુચનો હોય કે જે વિવિધ યોજનાઓ કે લોકોના ફાયદા માટે હોય તેને સ્વીકારીને તેનો અમલ પણ કરે છે.
સરકાર સાથે પણ જે.એન.સિંઘને સારા સંબંધો છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ગુડ બુકમાં સ્થાન ધરાવે છે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વડાપ્રધાનના જે કોઈ કાર્યક્રમ ગુજરાત થયા હતા તે જે.એન.સિંઘની સીધી દેખરેખ હેઠળ રજૂ થયા હતા પીએમઓ સાથે તેઓ જ લાઈવ સંપર્કમાં હતા ઉપરાંત હાલમાં ગુજરાતમાં પાણીની સમસ્યા અને અછતની સ્થિતિ છે. જે.એન.સિંઘ ગુજરાતની તમામ બાબતોથી જાણકાર છે.
આવી સ્થિતિમાં સરકાર તેમને એક્શન આપી શકે છે. જો એક્સ્ટેંશન આપવું હશે તો સરકાર કેન્દ્રમાં આ અંગેની દરખાસ્ત મોકલશે. પરંતુ જો સરકારની ઈચ્છા જે.એન.સિંઘને એક્સ્ટેંશન આપવાની નહીં હોય તો નવા ચીફ સેક્રેટરીની નિમણૂક કરાશે. જેમાં ગુજરાતમાં જે 8 એડિશનલ ચીફ સેક્રેટરી છે તે પૈકી માંથી કોઈ એકની પસંદગી કરાશે. જેમાં હાલમાં સૌથી આગળ નામ અનિલ મૂકીમનુ બોલાઇ રહ્યું છે. આગામી દિવસોમાં સેક્રેટરીની નિમણૂંક અંગેની બાબતો સ્પષ્ટ થઇ જશે.