ચેન્નઇ : આઇપીઍલની ૧૨મી સીઝનમાં ખેલાડીઓ અને અમ્પાયરોની વચ્ચે સંબંધો વધુ તંગ બની રહ્યાછે. તાજો મામલો ઈંગ્લિશ ઍમ્પાયર નીઝલ લોન્ગના ગુસ્સા સાથે સંકળાયેલો છે. વિરાટ કોહલી સાથે મેદાન પર થયેલા વિવાદને પગલે અમ્પાયર નીઝલ લોન્ગે સ્ટેડિયમના અમ્પાયર રૂમનો દરવાજો લાત મારીને તોડી નાંખ્યો હતો. આ ઘટના પછી પણ બીસીસીઆઇએ તેમને માત્ર નજીવો દંડ કરીને આઇપીએલની ફાઇનલમાં જાળવી રાખ્યા છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ઍક મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને ઍમ્પાયર લોન્ગની વચ્ચે વિવાદ થઈ ગયો. આ બોલાચાલી બાદ ઍમ્પાયર લોન્ગ ઍટલા નારાજ હતા કે તેઓ હૈદરાબાદની ઈનિંગ બાદ ઍમ્પાયર રૂમમાં પહોંચ્યા, તો તેમણે પોતાનો ગુસ્સો કાઢવા માટે અમ્પાયર રૂમના દરવાજા પર લાત મારી દીધી. ગુસ્સામાં આવેલા લોન્ગની લાત ઍટલી જોરદાર હતી કે ઍમ્પાયર રૂમનો દરવાજો જ ડેમેજ થઈ ગયો. બીસીસીઆઇઍ આ મામલે નીઝેલ લોંગ પર નજર રાખીને તપાસ કરી છે પરંતુ ૧૨ મે ના રોજ યોજાનારી ફાઇનલમાંથી તેમને અમ્પાયર તરીકે ચાલુ રખાશે.
મામલો ગત શનિવાર (૪ મે)નો છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ ટૂર્નામેન્ટમાં લીગ રાઉન્ડની પોતપોતાની અંતિમ મેચ રમી રહ્નાં હતું. આ દરમિયાન અમ્પાયર નીઝલ લોન્ગે આરસીબીના ફાસ્ટ બોલર ઉમેશ યાદવની ઍક બોલને નો બોલ આપી હતી. ૫૦ વર્ષીય નીઝલ લોન્ગ આઇસીસીની ઍલીટ પેનેલમાં સામેલ છે.
પરંતુ આ વખતે અનુભવી ઍમ્પાયર લોન્ગથી ભૂલ જરૂર થઈ ગઈ, જ્યારે ટીવી રિપ્લેમાં ફુટેજ સામે આવી, તો મામલો સ્પષ્ટ થઈ ગયો કે ઉમેશ યાદવનો પાછલો પગ લાઈનની પાછળ પર પડ્યો હતો. નિયમો અનુસાર, તે નોબોલ નહોતી, ઍવામાં બોલર અને ટીમના કેપ્ટનનું ઍમ્પાયરથી નારાજ થવું સ્વાભાવિક હતું. મેદાનમાં લાગેલી સ્ક્રીન પર રિપ્લે જોયા બાદ ઉમેશ યાદવ અને વિરાટ કોહલીઍ અમ્પાયરના આ નિર્ણયનો વિરોધ કર્યો. જોકે, અમ્પાયરે આ નિર્ણય પાછો લીધો નહોતો.