Rashmika Mandanna: એરપોર્ટ પર લંગડાતા જોવા મળ્યા, ફૅન્સ ચિંતિત, જુઓ VIDEO
Rashmika Mandanna: રશ્મિકા મંદાનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે હૈદરાબાદ એરપોર્ટ પર મુંબઈ જવાનું માટે રવાના થતા સમયે લંગડાતા દેખાઈ રહી છે. આ વિડિઓમાં રશ્મિકા કારમાંથી બહાર નીકળતા સમયે અસહજ રીતે ચાલતા જોવા મળી છે. ત્યારબાદ, તેની ટીમે તેને વ્હીલચેરમાં મદદ કરી અને તે ફ્લાઇટ સુધી પહોંચી.
રશ્મિકાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં પહેલાથી જ માહિતી આપી હતી કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેની શારીરિક સ્થિતિ પર અસર પડી છે. આ કારણે, તેમણે શૂટિંગમાં થયેલા વિલંબ માટે તેમની આગામી ફિલ્મોના નિર્માતાઓની માફી પણ માંગી. આમ છતાં, તેમણે પોતાના વ્યાવસાયિક કાર્યો પૂર્ણ કરવા માટે ટૂંક સમયમાં મુંબઈ જવાનું નક્કી કર્યું.
View this post on Instagram
આ વિડિઓમાં રશ્મિકાની હાલત જોઈને તેના ફૅન્સ ચિંતિત થઈ ગયા છે. તેઓ તેની તંદુરસ્તી વિશે ચિંતિત છે અને તેના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ફૅન્સ તેની તંદુરસ્તી વિશે પુછતા રહ્યા છે અને આ સમયે તેનો પૂરો સપોર્ટ કરી રહ્યા છે.
રશ્મિકાની વર્કફ્રન્ટ બાબતે, તે સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળશે. આ ઉપરાંત, તે મેડોક ફિલ્મ્સની ફિલ્મ ‘છાવા’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેમાં તેનો પ્રથમ લુક તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો હતો. મહારાણી યેસુબાઈના લુકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.