મુંબઇ : આઇપીએલમાં હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમના માજી કેપ્ટન અને ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાની પ્રેરણા ગણાવતા તેની સાથેનો એક ફોટો ટિ્વટર પર શેર કર્યો હતો જે થોડી જ વારમાં વાયરલ થયો હતો અને તેને બંનેના ચાહકોએ રિટિ્વટ કર્યો હતો.. ક્વોલિફાયર 1માં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટે મેચ જીતી તે પછી હાર્દિક પંડયાએ ધોની પાસે જઇને તેની સાથે હાથ મિલાવ્યો હતો. એ ફોટો જ તેણે પોતાના ટિ્વટ સાથે શેક કર્યો હતો.
My inspiration, my friend, my brother, my legend ❤? @msdhoni pic.twitter.com/yBu0HEiPJw
— hardik pandya (@hardikpandya7) May 8, 2019
તેણે આ ફોટો શેર કરવાની સાથે લખ્યું હતું કે મારો પ્રેરણાસ્ત્રોત, મારો દોસ્ત, મારો ભાઇ, મારો આદર્શ મહેન્દ્ર સિંહ ધોની. આવું કંઇ પહેલીવાર નથી થયું કે જેમાં હાર્દિકે ધોનીની આમ જાહેરમાં પ્રશંસા કરી હોય. આ પહેલા પણ તે ઘણીવાર તેની પ્રશંસા કરી ચુક્યો છે. હાર્દિકે આ ટુર્નામેન્ટમાં ધોનીના સિગ્નેચર સ્ટાઇલ એવો હેલિકોપ્ટર શોટ ઘણીવાર ફટકાર્યો છે અને ધોનીએ પણ તેની એ શોટ મામલે પ્રશંસા કરી છે.