વિશાખાપટ્ટનમ : દિલ્હી કેપિટલ્સ બીજી ક્વોલિફાયરમાં શુક્રવારે અહીં ચેન્નઇ સુપરકિંગ્સ સામે ઉતરશે તો જીત મેળવવાં તેને ખાસ્સી મહેનત કરવી પડશે. ચેન્નઇ સુપરકિંગ્સને હરાવ્યાં બાદ જ તેનો પહેલી વખત ફાઇનલમાં પહોંચવાનો રસ્તો સાફ થશે. ચેન્નઈ સુપરકિંગ્સે જ ચેપોક પર દિલ્હી કેપિટલ્સને ૮૦ રનથી હરાવીને ટોચના સ્થાન પરથી હટાવીને ત્રીજા ક્રમે ધકેલી દીધું હતું અને હવે ફરી પાછી મહેન્દ્રસિંહ ધોનીની ટીમનો પડકાર સામે છે. પહેલી વખત આઇપીઍલનો ખિતાબ જીતવા માટે દિલ્હીઍ પહેલા ત્રણ વખતની ચેમ્પિયન ધોનીના ટીમને રસ્તામાંથી દૂર કરવી પડશે અને ત્યારબાદ ત્રણ વખતની ચેમ્પિયન મુંબઇ સામે ખિતાબ માટે બાથ ભીડવી પડશે.
બુધવારે ઍક રોમાંચક ઍલિમીનેટર મેચમાં ઋષભ પંતની ધમાકેદાર ઇનિંગે દિલ્હીમાં કેપિટલ્સના સ્ટાર ખેલાડીઅોમાં જુસ્સો વધારવા ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. જો કે તે ટીમ માટે મેચ સમાપ્ત કરી શક્યો ન હતો, પણ તે માટે તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજા ક્વોલિફાયર મેચમાં વિજયી ઇનિંગ રમીને વિવેચકોને જવાબ આપવા માટે તેની પાસે વધુ ઍક મોકો છે. અન્ય યુવા ખેલાડી પૃથ્વી શોઍ ૫૬ રનની અડધી સદીની ઇનિંગ અને છેલ્લા ત્રણ દાવમાં કરેલા અોછા સ્કોર બાદ પોતાની આ ઇનિંગથી આત્મવિશ્વાસ મેળવ્યો હશે. દિલ્હીની ટીમે અહીં પહેલેથી જ મેચ (ઍલીમિનેટર) રમી છે, તો પછી પરિસ્થિતિને વધુ સારી રીતે જાણીને રમવાનો તેમને લાભ થશે. તેમના બોલરો ટ્રેન્ટ બોલ્ટ અને ઇશાંત શર્માઍ કિગિસો રબાડાની ગેરહાજરીમાં સારી કામગીરી બજાવી હતી અને કેમો પોલે ત્રણ વિકેટ ઝડપીને તેમનો સાથ નિભાવ્યો હતો. સ્પિનર અમિત મિશ્રા ફરીથી કંજૂસ રહ્ના હતો અને તેમને ઍક વિકેટ પણ મળી હતી. ટીમના બેટ્સમેનો માટે રાહત ઍ છે કે તેમને હરભજન અને તાહિરનો મુકાબલો ચેન્નઇની સ્પીન લેતી વિકેટ પર નહીં કરવો પડે, જા કે અહીં પણ આ બંને ખેલાડી પડકારરૂપ રહેશે.
ટીમ ઍલિમીનેટરમાં રમીને આગળની મુશ્કેલ સ્પર્ધા માટે ચોક્કસપણે તૈયાર કરવામાં આવશે.બીજી બાજુ ચેન્નઈ મોટી મેચોમાં રમવા માટે ટેવાયેલી છે. તેમણે ચાર વખત રનર-અપ ટાઇટલ જ્યારે ત્રણ વખત ચેમ્પિયન બનવાનો મોકો મળ્યો છે. જો કે ટીમને ક્વોલિફાયર્સમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેઅો પોતાની શૈલીમાં પાછા ફરી શકે છે. મુંબઇ ઇન્ડિયન્સ સામે નિરાશાજનક દેખાવ પછી, ધોની તેની બેટિંગ કામગીરીમાં સુધારો કરવાની આશા રાખશે. ઓપનર શેન વાટ્સનઍ ૨૩ ઍપ્રિલના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૫૩ બોલમાં ૯૬ રન કર્યા પછી ઘણા રન બનાવ્યા નથી. કરિશ્માઇ કેપ્ટને સ્વીકાર્યું હતું કે તે મુંબઇ ઇન્ડિયન્સ સામેની ઘરેલુ મેચમાં પિચની પરિસ્થિતિઓને સમજી શક્યા હોત અને તેણે તેના બેટ્સમેનને શોટની પસંદગી વિશે પણ ચેતવણી આપી પણ હતી.