અંબાજીમાં વહેલી સવારે અચાનક હવામાન પલટાયું. પરોઢિયે ચાર વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે વરસાદ થયો. અચાનક ખાબકેલા વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાયા. ત્યારે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેને કારણે લોકોએ અસહ્ય ગરમીમાં રાહત અનુભવી.
ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલર સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે અરવલ્લી જિલ્લાના કેટલાક પંથકોમાં અચાનક હવામાનમાં પલયો આવ્યો. ભિલોડામાં વહેલી પરોઢે પવન ફૂંકાયો હતો. સાથે જ વરસાદી છાંટા પડ્યા હતા. વાશેરા કંપા અને સુનોખમાં પણ પવન સાથે વરસાદી છાંટા થયા હતા.. તો મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ વહેલી પરોઢે કમોસમી વરસાદ થયો હતો.
ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. સાબરકાંઠામાં કેટલાક પંથકોમાં વહેલી સવારે ઠંડા પવન ફૂંકાયા. વાવાઝોડા સાથે કેટલાક પંથકોમાં કમોસમી વરસાદ પણ થયો. બાદમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ. જોકે પવન ફૂંકાતા અને વરસાદ થતાં હવામાનમાં ઠંકડ પ્રસરી ગઈ છે. તો અચાનક પલટાયેલા હવામાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.