Jaat Release Date: આ દિવસે સની દેઓલ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડશે, જાણો ફિલ્મની રિલીઝ ડેટ
Jaat Release Date: સની દેઓલની આગામી એક્શન ફિલ્મ ‘જાટ’ ની રિલીઝ ડેટ હવે જાહેર થઈ ગઈ છે. ગોપીચંદન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રણદીપ હુડા, સૈયામી ખેર અને રેજીના કાસેન્દ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે.
રિલીઝ ડેટ
ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓએ 24 જાન્યુઆરીએ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ પોસ્ટરમાં સની દેઓલનો શક્તિશાળી લુક જોવા મળે છે, જે ફિલ્મમાં એક જબરદસ્ત એક્શન સિક્વન્સનો સંકેત આપે છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ
આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રણદીપ હુડ્ડા, સૈયામી ખેર અને રેજીના કાસેન્દ્રા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું સંગીત થમન એસ દ્વારા રચિત છે, અને સિનેમેટોગ્રાફી ઋષિ પંજાબી દ્વારા કરવામાં આવી છે.
View this post on Instagram
સની દેઓલનો વર્ક ફ્રન્ટ
સની દેઓલની છેલ્લી ફિલ્મ ‘ગદર 2’ હતી, જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. હવે ‘જાટ‘ ઉપરાંત, સની દેઓલ આમિર ખાનના નિર્માણ ‘લાહોર 1947’ અને જેપી દત્તાના નિર્દેશનમાં બનેલી ‘બોર્ડર 2’માં પણ જોવા મળશે.