ગુવાહાટીના જૂ રોડ પર એક મોલ બહાર થયેલા બોંબ વિસ્ફોટમાં 6 લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળ પર પોલીસ પહોંચી ચુકી છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે. વિસ્ફોટમાં અત્યાર સુધી કોઇ વ્યક્તિનું મોત થયું નથી.
જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગુવાહાટી મેડિકલ કોલેજની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગુવાહાટી પોલીસ કમિશ્નર દિપક કુમારે જણાવ્યું કે, રાત્રે 8 વાગ્યે આ ગ્રેનેડ વિસ્ફોટ થયો છે જેમાં 6 લોકો ઘાયલ થયાં છે. આ મામલે તપાસ ચાલી રહી છે.