યોગ ગુરૂ બાબા રામદેવે ચૂંટણી પરિણામ પહેલાં જ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યુ છેકે, લોકસભા ચૂંટણીમાં એનડીએને સંપૂર્ણ બહુમત સાથે જીત મળશે, અને પ્રધાનમંત્રીની ખુરશી ઉપર નરેન્દ્ર મોદી જ બેસશે. તેમણે કહ્યુ હતુકે, મારી ભવિષ્યવાણી છેકે, 23 મે બાદ આ દેશમાં અમુક લોકોનું રાજકીય સ્વાસ્થ્ય બગડી જશે.
તેમને હાઈપર ટેન્શન અને હાઈ બ્લડ પ્રેશર થઈ જશે. વિપક્ષોને કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરવાની જરૂર પડશે. જોકે, તેમણે કેટલી સીટો આવશે તેની ભવિષ્યવાણી કરી નથી.બાબા રામદેવે પશ્વિમ બંગાળમાં અમિત શાહના રોડ શોમાં હિંસા અને આગચંપી ઉપર કહ્યુ હતુકે, અમિત શાહના રોડ શૉ ઉપરનો હુમલો લોકતંત્રનું અપમાન છે.
મમતા બેનર્જી બેબાકળી થઈ ગઈ છે. રાજકારણમાં હિંસાને કોઈ સ્થાન નથી. ઉલ્લેખનીય છેકે, બાબા રામદેવે 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે પ્રચાર કર્યો હતો. જ્યારે આ વખતે તેઓ પ્રચાર નથી કરી રહ્યા. ચૂંટણી પહેલાં ઘણા એવા નિવેદનો આવી ચૂક્યા છે, જેમાં બીજેપીને અસહજતાનો સામનો કર્યો પડ્યો છે.