ધોરણ ૧૦ના મંગળવારે જાહેર થયેલા પરિણામમાં સૌરાષ્ટ્રની ‘સિંહ ગર્જના’ સમગ્ર રાજ્યમાં ગુંજી છે. એસએસસી બોર્ડના રિઝલ્ટમાં કુલ ૩૪ જિલ્લાઓમાં સુરત ૭૯.૬૩ ટકા સાથે ભલે રાજ્યમાં સૌથી પહેલા ક્રમે રહ્યું હોય, પરંતુ ટોપ ટેનમાં સૌરાષ્ટ્રના છ જિલ્લાઓ મેદાન મારી ગયા છે.
બોર્ડના રિઝલ્ટમાં મોરબી જિલ્લો ૭૪.૦૯ ટકા સાથે બીજા ક્રમે રહ્યો છે, તો એજ્યુકેશન હબ રાજકોટ જિલ્લો ૭૩.૯૨ ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. આમ સૌરાષ્ટ્ર ફરી એજ્યુકેશન ક્ષેત્રે ઊભરી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જાહેર થયેલા ૧૨ સાયન્સના પરિણામમાં પણ રાજકોટ જિલ્લો 84.47 ટકા સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.
માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૧૦નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ટોપ ટેનમાં સૌરાષ્ટ્રના છ જિલ્લાઓ મોરબી, રાજકોટ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ છે. જ્યારે સુરેન્દ્ર નગર ૧૧માં ક્રમે છે. કચ્છ તથા અમેરલી જિલ્લા ૨૦મા ક્રમ પછીના લિસ્ટમાં આવે છે.
ધો. ૧૦માં ટોપ ટેન જિલ્લા ક્યા?
૧. સુરત – ૭૯.૬૩ %
૨. મોરબી – ૭૪.૦૯ %
૩. રાજકોટ – ૭૩.૯૨ %
૪. અમદાવાદ શહેર – ૭૨.૪૫ %
૫. ગાંધીનગર – ૭૧.૯૮ %
૬. જૂનાગઢ – ૭૦.૮૧ %
૭. જામનગર – ૭૦.૬૧ %
૮. દેવભૂમિ દ્વારકા – ૭૦.૩૨ %
૯. ગીર સોમનાથ – ૭૦.૨૮ %
૧૦અમદાવાદ – ૭૦.૨૪ %