Airtel આ પ્લાનમાં એક મહિના માટે 60GB ડેટા આપી રહ્યું છે, ફ્રી કોલિંગની મજા માણશો
Airtel: ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની Airtel પોતાના ગ્રાહકો માટે નવીનતમ અને ફાયદાકારક રિચાર્જ પ્લાન લાવી રહી છે. Airtel પાસે હાલમાં આશરે 38 કરોડ યૂઝર્સ છે, જે તેને શ્રેષ્ઠ નેટવર્ક કનેક્ટિવિટી માટે પસંદ કરે છે. Airtel વિવિધ રિચાર્જ પ્લાન્સની વિશાળ શ્રેણી આપે છે, જેમાં ઓછા ખર્ચવાળા અને હાઈ-વેલ્યુ પ્લાન્સ બંને સામેલ છે.
609 રૂપિયાનો પ્લાન: વધુ ડેટાની જરૂર હોય તો આ શ્રેષ્ઠ વિકલ્પ
જો તમારે મહીનામાં વધુ ડેટા જોઈએ છે, તો Airtelનું 609 રૂપિયાનું પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાનમાં ગ્રાહકોને 60GB ડેટા મળે છે, અને સાથે અનલિમિટેડ લોકલ અને STD કોલિંગ પણ આપવામાં આવે છે. પ્લાનની વેલિડિટી 30 દિવસ છે, એટલે કે એક મહિના સુધી તમે આ લાભ ઉઠાવી શકશો.
આ પ્લાન સાથે તમને 300 ફ્રી SMS પણ મળે છે. Airtelના આ રિચાર્જ પ્લાન સાથે સ્પેમ ફાઇટિંગ નેટવર્ક ઉપલબ્ધ છે, જે તમને અનવિચ્છનિય કોલ્સથી બચાવશે. તેમજ, એક્સટ્રીમ પ્લે સાથે ફ્રી મૂવીઝ, ટીવી શો અને લાઈવ ચેનલ્સ જોવા મળશે.
929 રૂપિયાનો Airtel પ્રીપેડ પ્લાન
Airtel તેના યુઝર્સ માટે 929 રૂપિયાનો એક પ્રીમિયમ પ્રીપેડ પ્લાન પણ આપે છે, જે 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમે ત્રણ મહિના સુધી અનલિમિટેડ ફ્રી કોલિંગ અને દરરોજ 1.5GB ડેટા મેળવી શકો છો. સાથે જ, દરરોજ 100 ફ્રી SMS પણ ઉપલબ્ધ છે.
જો તમારે લાંબા ગાળાનું કનેક્ટિવિટી સોલ્યુશન જોઈએ છે, તો Airtelના આ પ્લાન તમને શ્રેષ્ઠ અનુભવ આપશે.