UPI યુઝર્સ માટે મોટા સમાચાર, આજથી આવા વ્યવહારો શક્ય નહીં બને, નિયમો બદલાયા છે.
UPI: આજથી કોઈપણ UPI એપ ટ્રાન્ઝેક્શન IDમાં ખાસ અક્ષરો (special characters) વાપરી શકશે નહીં. આવું કરવાથી પેમેન્ટ અટકી જશે. જો કોઈ એપ ખાસ અક્ષરો ધરાવતી ટ્રાન્ઝેક્શન ID જનરેટ કરશે, તો સેન્ટ્રલ સર્વર તેને રિજેક્ટ કરી દેશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આ નિયમ ખાસ બિઝનેસ વપરાશકર્તાઓ માટે લાગુ કર્યો છે, પરંતુ સામાન્ય લોકો પર પણ તેનો પ્રભાવ પડશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
NPCI ટ્રાન્ઝેક્શન ID જનરેટ કરવાની પ્રક્રિયાને સ્ટાન્ડર્ડ બનાવવું ઈચ્છે છે. આ સાથે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની સુરક્ષા પણ વધારવી છે. એટલેજ, તમામ કંપનીઓને ટ્રાન્ઝેક્શન IDમાં માત્ર અલ્ફાન્યુમેરિક અક્ષરો જ વાપરવા જણાવવામાં આવ્યું છે. આજેથી આ નિયમ અમલમાં આવી ગયો છે. જો કોઈ એપ આ નિયમનું પાલન નહીં કરે, તો તે UPI પેમેન્ટ પ્રક્રિયાઓ ચલાવી નહીં શકે.
આ પહેલા પણ આપવામાં આવ્યા હતા આદેશ
NPCI એ આ પ્રક્રિયાને સ્ટાન્ડર્ડ બનાવવા માટે અગાઉ પણ આદેશ આપ્યા હતા. ગયા વર્ષે માર્ચમાં આવેલા આદેશ મુજબ, ટ્રાન્ઝેક્શન ID માટે 35 અક્ષરોની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. અગાઉ, આ ID 4 થી 35 અક્ષરો વચ્ચેની હોઈ શકે.
UPI ડિજિટલ પેમેન્ટમાં આગ્રેસર
ભારતના ડિજિટલ પેમેન્ટમાં UPIનું પ્રભુત્વ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ની એક રિપોર્ટ અનુસાર, 2019માં ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો 34% હતો, જે હવે વધીને 83% થયો છે. બાકી 17% પેમેન્ટ NEFT, RTGS, IMPS, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા થાય છે.