ઉત્તર ગુજરાતની ચાર લોકસભા અને એક વિધાનસભા બેઠક પર પાટીદારો કે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ ભાજપને નડ્યા નથી. હાર્દિક પટેલની સભાઓ છતાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. જો કે કોંગ્રેસનો પૂર્વ નેતા અલ્પેશ ઠાકોર ભાજપને ફળ્યો છે. એ સાથે ઉંઝા વિધાનસભાની આશા પટેલ કે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે તેમણે ભાજપની આશા જાળવી છે. વિજય તરફ તેઓની કૂચ છે. ઉત્તર ગુજરાતમાં પાટીદારો, આદિવાસી અને ઓબીસી મતદારોનું સામ્રાજ્ય છે.
બનાસકાંઠા બેઠકમાં ચૌધરી પટેલ અને ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરબત પટેલ મોટી લીડથી જીતી રહ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ 30 હજાર કરતાં વધુ વોટથી પાછળ છે. આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ નેતા અલ્પેશ ઠાકોરે વધારે નુકશાન કર્યું છે. અલ્પેશના ઠાકોર ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 6000 જેટલા મત મળ્યા છે. સાબરકાંઠા બેઠક… સાબરકાંઠા બેઠકમાં ઠાકોર ઉપરાંત આદિવાલી મતદારો પણ આવે છે.
ભાજપના દીપસિંહ રાઠોડ 20000 હજાર જેટલા મતોથી આગળ છે. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર હારી શકે છે. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ ત્યાગ પછી પણ આ બેઠક પર કોઇ ખાસ ફરક પડ્યો નથી. પાટણ બેઠક… પાટણની બેઠકમાં એવું કહેવાતું હતું કે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર ચૂંટણી જીતી જશે, કેમ કે અલ્પેશ ઠાકોર તેમને નડ્યો નથી તેમ છતાં ભાજપના ઉમેદવાર ભરત ડાભી 26000ની લીડ સાથે આગળ છે. ઠાકોર સેનાએ આ બેઠકમાં નુકશાન કર્યું ન હોવા છતાં ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતી ગયા છે.
ઉંઝા વિઘાનસભા— લોકસભાની સાથે વિધાનસભાની ઉંઝા બેઠકની ચૂંટણીમાં ભાજપે જાદુ દેખાડ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ડો. આશાબેન પટેલ ચૂંટણી જીતી રહ્યાં છે. આશા પટેલના ભાજપ પ્રવેશથી ભાજપના નેતાઓ અને કાર્યકરો નારાજ હતા છતાં કોંગ્રેસની આશા ભાજપને ફળી છે. ભાજપને મહેસાણા લોકસભા અને ઉંઝા વિધાનસભા બેઠક પ્રાપ્ત થઇ રહી છે.