2022માં કતર ખાતે યોજાનારા વર્લ્ડ કપમાં 48 ટીમોને સામેલ કરવાના પ્રસ્તાવને ફીફાઍ આજે રદ કરી દીધો હતો. જેનાથી ફૂટબોલની આ વૈશ્વિક સંસ્થાના અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોને મોટો ફટકો પડ્યો છે હવે આ અખાતના દેશમાં 2022ની ફૂટબોલ ટુર્નામેન્ટમાં પહેલાની જેમ જ 32 દેશો જ ભાગ લેશે.
ફીફાઍ કહ્યું હતું કે તેણે આ યોજનાને વિસ્તારપૂર્વક જોઇને વ્યાપક ચર્ચા વિચારણા કરીને પછી રદ કરી દીધી છે. ફીફાઍ ઍક નિવેદનમાં કહ્યું હતું કે ટુર્નામેન્ટને હવે તેના મુળ સ્વરૂપે મતલબ કે 32 ટીમો સાથે જ રમાડવામાં આવશે. અને પાંચમી જૂને ફીફાની આગામી કોંગ્રેસમાં કોઇ પ્રસ્તાવ રજૂ કરવામાં નહીં આવે. ઇન્ફેન્ટિનો આ ટુર્નામેન્ટને વિસ્તારીને તેમાં 48 ટીમોને સામેલ કરવા માગતા હતા. પણ કતરના પાડોશી દેશો દ્વારા પ્રતિબંધ મુકાવાને કારણે તેમની યોજના અટવાઇ હતી.