ટીમ ઇન્ડિયા શનિવારે પોતાની બે પ્રેક્ટિસ મેચમાંની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર બેટિંગ લાઇન અપના ચોથા ક્રમ પર ખાસ રહેશે, સાથે જ બંને પ્રેક્ટિસ મેચનો ઉપયોગ ટીમ ઇન્ડિયા 5મી જૂનની પહેલી મેચ પહેલા પોતાની જાતને પરિસ્થિતિ અનુસાર ઢાળવા માટે ઉપયોગમાં લેશે.
કેનિંગ્ટન ઓવલમાં રમનારી આ મેચમાં ભારતીય ટીમ પોતાના બોલિંગ આક્રમણમાં કોઇ પ્રયોગ કરવાને બદલે લોકેશ રાહુલ અને વિજય શંકર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે, આ બંને ચોથા ક્રમ માટેના દાવેદાર છે. હરીફ ટીમની નજર જા કે કોહલી પર ટકી હશે, કે જે વનડે ઉપરાંત ટેસ્ટમાં પણ નંબર વન બેટ્સમેન છે. સાથે જ કીવી ટીમ પોતાની બોલિંગની તાકાત પણ પારખવા માગશે. આ સાથે જ તેમની નજર ભારતીય ટીમના બોલિંગ આક્રમણ પર પણ રાખશે કે તેઓ પરિસ્થિતિનો કેવો ફાયદો ઉઠાવશે, કે જે આ ટુર્નામેન્ટ માટે ઘણી મહત્વની બાબત છે.
તાજેતરમાં જ ન્યુઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરે ઍવું નિવેદન કર્યુ હતું કે ન્યુઝીલેન્ડની ટીમ પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચ ટીમ ઇન્ડિયા સામે રમી રહી છે ઍ સારી વાત છે, તેનું આ નિવેદન જ દર્શાવી દે છે કે તેઓ ભારતીય ટીમની મજબૂતાઇથી વાકેફ છે. કેન વિલિયમ્સને ઍવું કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ટીમ ઍકજૂથ થઇ તે સારું છે. ઍ ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડની ટીમે પોતાની છેલ્લી વનડે 19 ફેબ્રુઆરીઍ બાંગ્લાદેશ સામે રમી હતી. આવતીકાલે મેચ બપોરે 3.00 વાગ્યાથી શરૂ થશે.
ઇજાગ્રસ્ત ટોમ લાથમ આજે ભારતીય ટીમ સામેની પ્રેકિટસ મેચ નહીં રમે
ન્યુઝીલેન્ડનો વિકેટકીપર કમ બેટ્સમેન ટોમ લાથમ આંગળીની ઇજાને કારણે વર્લ્ડ કપની તૈયારી માટેની ટીમની પ્રેક્ટિસ મેચ નહીં રમી શકે. કેપ્ટન કેન વિલિયમ્સને ઍવું કહ્યું હતું કે લાથમના સ્થાને ટોમ બ્લંડેલ રમશે. વિલિયમ્સને કેપ્ટન્સ ડે પ્રેસ કોન્ફરન્સમાં જ ઍવું કહી દીધું હતું કે ટોમ લાથમ પહેલી બે પ્રેક્ટિસ મેચ માટે ઉપલબ્ધ નહીં રહે. ન્યુઝીલેન્ડ આવતીકાલે પ્રથમ પ્રેકિટસ મેચમાં ટીમ ઇન્ડિયા સામે અને તે પછી 28મીઍ વેસ્ટઇન્ડિઝ સામે રમવાનું છે. કેપ્ટને કહ્યું હતું કે અમે આશા રાખીઍ છીઍ કે લાથમ ઝડપથી સાજા થઇ જાય.