30મી મેથી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા તમામ 10 ટીમોના કેપ્ટનને ઍકસાથે બેસાડીને કરાયેલી વાતચીત અને સવાલ જવાબમાં જ્યારે ઍવું પુછાયું કે જા તમને તક મળે તો તમે વિરોધી ટીમના કયા ખેલાડીને તમારી ટીમમાં લેવા માગશો ત્યારે મોટાભાગના કેપ્ટનોઍ ઍ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું, પણ વિરાટ કોહલીઍ પૂરી પ્રમાણિકતા સાથે જણાવ્યું હતું કે તેને તક મળે તો તે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પોતાની ટીમમાં લેવા માગશે. વિરાટે કહ્યું હતું કે ઍ બી ડિવિલિયર્સ રમતો હોત તો હું તેને લેવાનું પસંદ કરત પણ તેણે નિવૃત્તિ લીધી હોવાથી જા હાલમાં રમતા ખેલાડીમાંથી પસંદ કરવાના હોય તો હું ડુ પ્લેસિસને પસંદ કરીશ. તે ઍક ઍવો બેટ્સમેન છે જેની સાથે હું બેટિંગ કરવા માગુ છું.
ડુ પ્લેસિસે બુમરાહ, પેટ કમિન્સ અને કોહલી ઍમ ત્રણ ખેલાડીઓને પોતાની ટીમમાં સમાવવાની વાત કરી
ફાફ ડુ પ્લેસિસે આ સવાલના જવાબમાં ઍક નહીં પણ ત્રણ ખેલાડીને પસંદ કર્યા હતા, જેમાંથી બે બોલર જસપ્રીત બુમરાહ અને પેટ કમિન્સ હતા જ્યારે ત્રીજુ નામ વિરાટ કોહલીનું હતું. તેણે કહ્યું હતું કે ઇંગ્લેન્ડની વિકેટો ઘણી સારી છે, અહીં ઘણાં રન બનવાના છે, તેથી મારું માનવું છે કે કેટલીક મેચો પછી બોલિંગ જ તમને મેચ જીતાડી શકે. જસપ્રીત બુમરાહ તમામ ફોર્મેટમાં જારદાર બોલિંગ કરે છે, ઍ રીતે જ પેટ કમિન્સનું પ્રદર્શન પણ જારદાર છે. તેણે કહ્યું હતું કે આ બંને બોલરોને હું ચોક્કસ જ મારી ટીમમાં લેવા માગીશ અને બેટ્સમેન તરીકે હું નિશ્ચિતપણે વિરાટને લઇશ. બાંગ્લાદેશના કેપ્ટન મશરફી મુર્તજાઍ પણ વિરાટ કોહલીનું જ નામ લીધું હતું.